કોણ છે આ મિસ્ટ્રી ગર્લ ? રોહિત-બુમરાહ અને પંડ્યા સિવાય MIના ખેલાડીઓ સાથે ફોટો વાયરલ- જાણો
આ દિવસોમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ પોતાના ખરાબ પ્રદર્શનને કારણે યુઝર્સના નિશાના પર છે. ત્યારે આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક સુંર હસીના મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ સાથે જોવા મળી રહી છે. કેપ્ટન અને કોચ સહિત અન્ય ઘણા ખેલાડીઓ સાથે યુવતિની તસવીરો છે. ચાહકો આ મિસ્ટ્રી ગર્લ કોણ છે તે જાણવા આતુર છે.
જણાવી દઇએ કે, આ યુવતિનું નામ સેજલ જયસ્વાલ છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક રીલ શેર કરી છે. જેમાં તે મુંબઈ ઈન્ડિયન્સના તમામ ખેલાડીઓ સાથે ફ્લાઈટમાં ફોટો ક્લિક કરાવતી જોવા મળે છે. રોહિત શર્મા, બોલિંગ કોચ લસિથ મલિંગા, કેપ્ટન હાર્દિક પંડ્યા, ટિમ ડેવિડ, પીયૂષ ચાવલા, તિલક વર્મા, જસપ્રીત બુમરાહ અને અન્ય ઘણા ખેલાડીઓ વીડિયોમાં સામેલ છે.
આ પોસ્ટ પર ચાહકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. યુવતિએ પોતાની પોસ્ટમાં મુંબઈ ઈન્ડિયન્સ તેમજ વિવિધ ખેલાડીઓને ટેગ પણ કર્યા છે. સેજલ જયસ્વાલ એક અભિનેત્રી છે. અભિનય વ્યવસાયમાં જોડાતા પહેલા સેજલ ફિઝિયોથેરાપિસ્ટ રહી ચૂકી છે. તેણે ‘દિલ માંગે મોર’ અને ‘ડેટિંગ ઇન ધ ડાર્ક’ જેવી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.
સેજલ ઘણા વર્ષોથી અભિનયની દુનિયામાં સક્રિય છે. તેણે 19 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કર્યું હતું. સેજલની તસવીરો પરથી અંદાજ લગાવી શકાય છે કે તે મુંબઈ ઈન્ડિયન્સની કેટલી મોટી ફેન છે.
View this post on Instagram