મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. પહેલા ટીમ ખરાબ પ્રદર્શન સાથે IPL 2024માંથી બહાર થઈ ગઈ અને હવે તેનું ઘર તૂટવાના આરે હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
રિપોર્ટ્સ અનુસાર, નતાશા હાર્દિક પંડ્યાની 70 ટકા પ્રોપર્ટી લેશે. હાર્દિક કે નતાશા દ્વારા છૂટાછેડા અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. બંનેએ છેલ્લે 14 ફેબ્રુઆરીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. નતાશા સ્ટેડિયમમાં પણ હાર્દિકને ચિયર કરતી જોવા મળી નહોતી. ત્યારે હવે એ વાતે જોર પકડ્યુ છે કે પંડ્યાએ પોતાની પ્રોપર્ટીનો 70 ટકા ભાગ નતાશાને આપવો પડશે.
સોશિયલ મીડિયા પર આ અંગે ઘણી પોસ્ટ પણ શેર કરવામાં આવી છે. હાર્દિક પંડ્યા કરોડોની સંપત્તિનો માલિક છે. આઈપીએલ માટે મળેલી મેચ ફીની સાથે તે અન્ય ઘણી રીતે કમાણી કરે છે. તે આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે. તેને ટીમ તરફથી ફી તરીકે 15 કરોડ રૂપિયા મળે છે. આ પહેલા તે ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હતો. ગુજરાતની ટીમ પણ પંડ્યાને એટલી જ રકમ આપતી હતી.
આ સાથે તેને ભારતીય ક્રિકેટ ટીમ તરફથી મેચ ફી પણ મળે છે. પંડ્યાની કમાણી કરોડોમાં છે. તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ ખાસી એવી કમાણી કરે છે, હાર્દિક પંડ્યાએ મુંબઈમાં એક એપાર્ટમેન્ટ લીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે આ ઘર 30 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. આ સાથે તેનું વડોદરામાં પેન્ટહાઉસ છે. તેની કિંમત પણ કરોડોમાં છે.