અંતિમદર્શન ન થયા, રાજકોટમાં સ્વજનોના મૃતદેહ ન મળતાં પરિજનોની ધીરજ ખૂટી, આક્રોશ સાથે કહ્યું- હાથનો ટૂકડો હોય તો આપો, જુઓ તસવીરો
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં 32 જેટલા લોકોના મોતની આશંકા છે, જો કે હજુ પણ શોધખોળ ચાલુ છે. ત્રણ દિવસ વીત્યા હોવા છતાં સ્વજનની ભાળ ન મળતા પરિવારજનોમાં નારાજગી જોવા મળી. હોસ્પિટલ પર મૃતકના પરિવારજનોએ સંયમ ગુમાવ્યો. પરિવાર PM રૂમમાં જવાની માગ કરી રહ્યો છે ત્યારે આ દરમિયાન પોલીસ સાથે શાબ્દિક બોલાચાલી પણ થઈ.
ત્રીજો દિવસ થઇ ગયો પણ પરિવારજનોની ભાળ ના મળતા તેઓએ કહ્યુ તાત્કાલિક અમને જવાબ આપો, અમારા પરિવારજનોના મૃતદેહો અમને ક્યારે મળશે ? જણાવી દઇએ કે, આજે સવારે DNA સેમ્પલ મેચ થયેલા મૃતદેહ પરિવારજનોને સોંપાયા હતા. જેમાં ગોંડલના સત્યપાલસિંહ જાડેજાના DNA સેમ્પલ મેચ થયા બાદ વહેલી સવારે મૃતદેહને પરિવારજનોને સોંપાયો અને આ પછી તેમની અંતિમયાત્રા નીકળી.
પ્રાપ્ત જાણકારી અનુસાર, આજે ચાર મૃતદેહ તેમના પરિજનોને સોંપવામાં આવ્યાં છે. આ વચ્ચે આગકાંડમાં ભોગ બનનાર પરિવારની ધીરજ ખૂટતા તે પોલીસથી નજર ચૂકવી રાજકોટ સિવિલના પોસ્ટમોર્ટમ રૂમની નજીક લાગેલા બેરીકેટ કુદીને અંદર ઘૂસી ગયો હતો, જો કે આ પછી તેને સમજાવી બહાર મોકલાયો હતો. સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોમાંથી એક સ્વજને આક્રોશ સાથે જણાવ્યું હતું કે, અમે તંત્રને એટલું જ કહીએ છીએ કે તમે લાપતાને શોધવા માટે શું કર્યું ?
View this post on Instagram
અમે DNA ટેસ્ટ પણ આપેલ છે, તેમ છતાં પણ હજુ સુધી રિપોર્ટ નથી આવ્યા અને ના તો શોધખોણ થઇ છે. અમારે શું કરવું ? તમામ અધિકારીઓ પાંચ મિનિટ આપો, દસ મિનિટ આપો એવો સમય માગે છે પણ સરખો જવાબ નથી આપતા. આગળ સ્વજને જણાવ્યુ કે- બે દિવસથી ખાધા-પિધા વગરના અહીં જ છીએ
View this post on Instagram