10 વર્ષ પછી IPL ચેમ્પિયન બની KKR તો શાહરૂખે પત્ની ગૌરી પર લૂંટાવ્યો પ્રેમ, ગળે લગાવી અને માથા પર કરી કિસ
IPL 2024ની ફાઈનલ મેચ રવિવારે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. IPLની આ સિઝનની દરેક મેચની જેમ આ મેચમાં પણ શાહરૂખ પોતાની ટીમને ચિયર કરતો જોવા મળ્યો હતો.
ફાઇનલ મેચ જોવા માટે માત્ર શાહરૂખ જ નહિ પણ પત્ની ગૌરી ખાન અને ત્રણ બાળકો તેમજ મેનેજર પૂજા દદલાની પણ જોવા મળી હતી.આ સિવાય ટીમની કો-ઓનર જૂહી ચાવલા પણ ફિનાલે એન્જોય કરતી જોવા મળી હતી. ત્યારે ફાઇનલ મેચ દરમિયાનની શાહરૂખ, સુહાના અને ગૌરીની કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
10 વર્ષ બાદ KKR IPL ચેમ્પિયન બનતા શાહરૂખની ખુશીનો કોઇ પાર રહ્યો નહોતો,ટીમ મેચ જીતતાની સાથે જ શાહરૂખ ખાન ખુશીથી ઉછળી પડ્યો અને પત્ની ગૌરી ખાનને ગળે લગાવી. ત્યારબાદ શાહરૂખે ગૌરીના કપાળ પર કિસ પણ કરી.
આટલું જ નહીં કેકેઆરની જીત સાથે શાહરૂખે પોતાના સિગ્નેચર પોઝ સાથે જીતનો આનંદ પણ વ્યક્ત કર્યો. જણાવી દઈએ કે, સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 18.3 ઓવરમાં 113 રન બનાવ્યા. આખી ટીમ આઉટ થઈ ગઈ હતી.
જ્યારે ટાર્ગેટનો પીછો કરવા માટે મેદાનમાં ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સે માત્ર 10.3 ઓવરમાં ટાર્ગેટ પૂરો કર્યો અને મેચ જીતી લીધી. KKR એ IPL 2024 ની ફાઈનલ મેચ 8 વિકેટે જીતી હતી.
The Adorable celebration of King Khan & Gauri Khan After Winning IPL 2024 💜🔥@iamsrk @KKRiders @KKRUniverse #ShahRukhKhan #SRHvsKKR #KKR #IPL2024 #IPL #KingKhan #IPLWinnerpic.twitter.com/6NlLETxPeX
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) May 26, 2024