ગળા પર વાગ્યો જોરદાર બોલ તો પણ ફૌજીના છોકરાએ ના છોડ્યુ બેટ..છેલ્લે સુધી લડ્યો ધ્રુવ જુરેલ- ક્વોલિફાયર-2માં હૈદરાબાદે રાજસ્થાનને 36 રનથી હરાવ્યું

IPL 2024ની બીજી ક્વોલિફાયર મેચમાં ધ્રુવ જુરેલે 35 બોલમાં 56 રનની લડાયક ઇનિંગ રમી હતી. એક તરફ રાજસ્થાન રોયલ્સની વિકેટો સતત પડી રહી હતી તો બીજી તરફ ધ્રુવ એક છેડો પકડીને સતત રન બનાવી રહ્યો હતો. આ દરમિયાન એક ઘટના એવી પણ બની જ્યારે ધ્રુવની ગરદન પર બોલ વાગ્યો જેને કારણે તેને ખૂબ પીડા થઇ રહી હતી. આ ઘટના રાજસ્થાન રોયલ્સની ઈનિંગની 18મી ઓવરમાં બની હતી.

સનરાઇઝર્સ માટે થંગરાસુ નટરાજન બોલિંગ કરી રહ્યો હતો, ઓવરના પહેલા જ બોલ પર નટરાજને શોટ બોલ અને ધ્રુવ બોલને ટેસ્ટ કરી શક્યો નહિ અને પોતાનો શોટ વહેલો રમ્યો. આ પછી બોલ સીધો જ જુરેલની ગરદન પર વાગ્યો. બોલ તેને એટલો જોરથી વાગ્યો કે જુરેલ જમીન પર બેસી ગયો, ત્યારબાદ મેડિકલ ટીમે તેની મદદ કરી. જો કે, ઈજાગ્રસ્ત થયો હોવા છતાં પણ ફૌજીના પુત્રએ પોતાનું બેટ છોડ્યું નહોતું.

મેડિકલ ટીમની મદદ લીધા બાદ તે ફરી એકવાર પોતાની ટીમ માટે ઉભો થયો અને ઇનિંગ ફરી શરૂ કરી. તેણે મુશ્કેલ સમયમાં પણ પોતાની ટીમ માટે અણનમ 56 રન બનાવ્યા હતા. જો કે, તેમ છત્તાં પણ ક્વોલિફાયર-2માં સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 36 રનથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. શુક્રવારે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રાજસ્થાને ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 175 રન બનાવ્યા જ્યારે રાજસ્થાન 20 ઓવરમાં 7 વિકેટે 139 રન જ બનાવી શક્યું.

ધ્રુવની વાત કરીએ તો, તેના પિતા ફૌજી રહી ચૂક્યા છે, જેમણે કારગિલ યુદ્ધમાં ભાગ લીધો હતો. તેના પિતાનું નામ નેમ સિંહ જુરેલ છે. તેઓ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર પણ આર્મીમાં જોડાઈને દેશની સેવા કરે, પરંતુ ક્રિકેટ પ્રત્યેના પ્રેમને જોઈને ધ્રુવે ક્રિકેટર બનીને દેશની સેવા કરવાનું નક્કી કર્યું. જો કે, એમ કહેવું ખોટું નહીં હોય કે IPL 2024ના બીજા ક્વોલિફાયરમાં દુનિયાને ધ્રુવ જુરેલમાં તેના પિતાના સૈન્ય ગુણો જોવા મળ્યા.

Shah Jina