’20 મિનિટની મુલાકાતમાં જ સાઉથના અભિનેતાએ કિસ…..’ સાઉથના એક્ટર પર બીજી મહિલાએ લગાવ્યો સનસનીખેજ આરોપ

સાઉથના દિગ્ગજ અભિનેતાનો ભાંડો ફૂટ્યો, એક મહિલાએ કહ્યું મિટિંગની 20 મિનિટમાં તેણે મને જબરદસ્તી કિસ….

સાઉથ એક્ટર વિજય બાબુ પર ખતરો મંડરાતો જઇ રહ્યો છે. તેના પર એક પછી એક મુસીબત ખત્મ થવાનું નામ જ નથી લઇ રહી. હવે તેના પર બીજી મહિલાએ સનસનીખેજ આરોપ લગાવ્યો છે. આ મહિલાએ કહ્યુ કે, તે 20 મિનિટની મુલાકાતમાં કિસ કરી રહ્યા હતા. આ પહેલા એક અભિનેત્રી દ્વારા તેનું યૌન શોષણ કરવાનો પણ આરોપ લાગ્યો હતો. જે બાદથી પોલિસ તેમની શોધ કરી રહી છે. લુકઆઉટ નોટિસ જારી થયા બાદ તેમણે અગ્રીમ જમાનત માટે કેરળ હાઇકોર્ટમાં અરજી પણ લગાવી છે.

તે વાત પર હજી વાત થતી કે નવો મામલો સામે આવ્યો. જેણે એકવાર ફરી હેડલાઇન્સમાં આવી ગયા છે. તેના પર એક મહિલા દ્વારા જબરદસ્તી કિસ કરવાનો આરોપ લગાવ્યો છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, તે મહિલાએ પ્રોડ્યુસર વિજય બાબુ પર ઇન્સ્ટાગ્રામ પેજ ME TOO KERALA પર આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે વિજયે માત્ર 20 મિનિટની મુલાકાતમાં જ તેને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાના કહેવા પ્રમાણે, તે કામના સંબંધમાં અભિનેતાને મળવા ગઈ હતી. આ દરમિયાન, તેને મળ્યાને માત્ર 20-30 મિનિટ જ થઈ હશે અને અભિનેતાએ તેમને કિસ કરવાનો પ્રયાસ કર્યો.

પીડિતાનું કહેવું છે કે, ‘આ ઘટના બાદ તે ડરી ગઈ હતી અને તેથી જ તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લીધી હતી.’ મહિલાએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, ‘તે દારૂ પીતો હતો અને મહિલાને પણ ઓફર કરી હતી. પરંતુ પીડિતા દ્વારા ઇનકાર કરવામાં આવ્યો હતો અને તેણે પોતાનું કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન, તે કોઈ પણ સંમતિ વિના મહિલાના હોઠને કિસ કરવા માટે અચાનક નીચે ઝૂકી ગયો અને તરત જ તેણે પ્રતિક્રિયા આપી અને તે અંતર બનાવીને પાછળ હટી ગઈ. પીડિતાએ વિજય તરફ જોયું તો તેણે પૂછ્યું, ‘બસ એક કિસ?’

મીડિયા રિપોર્ટ્સમાં તે ફરાર થયો હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. એટલું જ નહીં કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે દેશ છોડી દીધો છે. નોંધનીય છે કે અભિનેત્રીના આરોપો બાદ વિજય ફેસબુક પર લાઈવ આવ્યો હતો અને તેણે પોતાને પીડિત હોવાનું તેમજ માનહાનિનો કેસ દાખલ કરવાની વાત કહી હતી. આ ઉપરાંત તેણે પોતાની જાતને કેટલાક પુરાવા પણ આપ્યા હતા.

Shah Jina