વરરાજાને ખભા ઉપર બેસાડીને એક મિત્ર કરવા લાગ્યો ડાન્સ, અને અચાનક વરરાજા થઇ ગયા ભમમમમમમ.. કેમેરામાં કેદ થઇ ઘટના

વરઘોડામાં ડાન્સ કરતા કરતા વરરાજા થઇ ગયા ભમમમ…સમગ્ર ઘટના થઇ કેમેરામાં કેદ, જુઓ વીડિયોમાં

લગ્ન એક ખુશીનો પ્રસંગ છે. ખાસ કરીને એક છોકરાને ખુબ જ ઉમંગ હોય છે કે તેના લગ્ન ધામધૂમથી થાય, વરઘોડો નીકળે અને ખુબ જ ડાન્સ અને ધમાલ મસ્તી થાય. આવા જ ધમાલ મસ્તીના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે, જેને જોવાના પણ લોકોને ખુબ જ પસંદ આવે છે. ઘણીવાર લગ્ન પ્રસંગોના વીડિયોની અંદર એવી ઘટનાઓ પણ જોવા મળે છે, જેને જોઈને આપણે પણ આપણું હસવું નથી રોકી શકતા.

આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવકના લગ્નમાં જાનૈયાઓ મન મૂકીને નાચી રહ્યા છે, એક મિત્ર વરરાજાને પણ નચાવવા માટે પોતાના ખભે બેસાડીને લઇ આવે છે. ખભા ઉપર બેસીને વરરાજા પણ ઝૂમવા લાગે છે અને અચાનક જ બેલેન્સ બગડે છે અને વરરાજા ભમમમમ કરતા નીચે પડી જાય છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયોને જોઈ લોકો ખુબ જ હસી રહ્યા છે, આ વીડિયો ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે આવી જ ઘણી ઘટનાઓના વીડિયો પણ વાયરલ થતા રહે છે. તમે પણ જુઓ વરરાજાના ભમમમ થઇ જવાનો આ વીડિયો….

Niraj Patel