દિયરના લગ્નમાં ભાભીએ આપી એવી સરપ્રાઈઝ કે તાળીઓ વગાડવા લાગી ગયા લોકો, જુઓ શાનદાર સરપ્રાઈઝ વડિયો

લગ્ન એક ખુબ જ ખુશીનો પ્રસંગ છે, જેમાં દરેક વ્યક્તિ ખુબ જ ખુશ હોય છે,આ સાથે લગ્નમાં બે પરિવારો પણ એકબીજા સાથે મળતા હોય છે અને બંને ખુશીઓ વહેંચતા હોય છે, સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણા વીડિયો આપણે વાયરલ થતા જોયા છે. ઘણા વીડિયોની અંદર જીજાજી અને સાળીની મઝાક મસ્તી જોવા મળે તો ક્યાંક દિયર ભાભીની.

હાલ સોશિયલ મીડિયામાં એક દિયરના લગ્નમાં ભાભીએ આપેલી સરપ્રાઈઝનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ભાભી તેના દિયરને ખાસ અંદાજમાં લગ્ન સમયે એક ભેટ આપે છે, જેને જોઈને લોકો પણ તાળીઓ વગાડવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

દરેક ભાભી તેના દિયરના લગ્નની અંદર ખુબ જ ઉત્સાહિત હોય છે, દિયરના લગ્નમાં ભાભી ખુબ જ ડાન્સ કરવાનું પણ પસંદ કરે છે, ત્યારે આવું જ  કંઈક આ વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે. વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર ભાભી અને દિયરની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

દિયરના લગ્નમાં ભાભી ખુબ જ ડાન્સ કરે છે, આ દરમિયાન બધા જ સંબંધીઓ હાજર હતા, પરંતુ ભાભી પોતાનામાં જ મગ્ન થઈને ખુબ જ ડાન્સ કરવા લાગી. ભાભીએ બોલીવુડના પ્રખ્યાત ગીત “લો ચલી મેં, અપને દેવર કી બારાત લે કે.”ગીત ઉપર ડાન્સ કરી રહી છે, જેનો વીડિયો યુટ્યુબ ઉપર વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel