કેટરીના કૈફને છોડીને આ હસીનાએ રોમેન્સ કરતો જોવા મળ્યો વિક્કી કૌશલ, વાયરલ થઇ ફિલ્મ શૂટિંગની તસવીરો

તસવીરો જોઈને ભાઈજાન સલમાન અને કેટરીના ધુંવાપુવા થઇ જશે …કેટરીના સાથે લગ્ન બાદ લીક થઇ ગઇ વિક્કીની એવી તસવીરો, ક્યારેક આ હસીના તેના પર સૂઇ ગઇ તો ક્યારેક વિક્કી બાહોંમાં જોવા મળ્યો

બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ અને કેટરિના કૈફ આ દિવસોમાં જીવનના અદ્ભુત તબક્કાનો આનંદ માણી રહ્યા છે. પરંતુ હવે વિક્કી કૌશલની કેટલીક એવી તસવીરો સામે આવી છે, જેને જોઈને કેટરીના કૈફ થોડી ગુસ્સે થઇ શકે છે અથવા તો હેરાન રહી શકે છે. આ તસવીરોમાં વિક્કી કૌશલ કોઈ અન્ય સાથે રોમાંસમાં મગ્ન જોવા મળી રહ્યો છે.લગ્ન પછી અચાનક જ વિક્કી કૌશલની કેટલીક એવી તસવીરો સોશિયલ મીડિયા પર લીક થઈ ગઈ છે, જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને કેટરિનાના રિએક્શનની ચર્ચા થઈ રહી છે.

આ વાયરલ તસવીરની હકિકત એ છે કે,વિક્કી કૌશલ આ દિવસોમાં પોતાની નવી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. વિક્કી અભિનેત્રી તૃપ્તિ ડિમરી સાથે નવા પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં બંને ક્રોએશિયામાં એક રોમેન્ટિક ગીતનું શૂટિંગ કરતા જોવા મળ્યા હતા. હવે આ શૂટિંગના ફોટા સોશિયલ મીડિયા પર લીક થયા છે. આ તસવીરોમાં કોરિયોગ્રાફર ફરાહ ખાન પણ નજરે પડી હતી. તસવીરોમાં વિક્કી કૌશલ અને તૃપ્તિ ડિમરી રોમાન્સ કરતા જોઈ શકાય છે. એક ફોટોમાં વિક્કી ક્યારેક તૃપ્તિને ખોળામાં લઈને ઊંચકી રહ્યો છે.

તો કયારેક તૃપ્તિ વિક્કી પર સૂતેલી નજર આવી રહી છે.વિક્કીએ ફોર્મલ જેકેટ અને પેન્ટ પહેર્યુ છે. જ્યારે તૃપ્તિ યલો ક્રોપ ટોપ અને સ્કર્ટમાં જોવા મળી રહી છે. વિક્કી અને તૃપ્તિ ડિરેક્ટર આનંદ તિવારીની આગામી રોમેન્ટિક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. બંને લાંબા સમયથી ક્રોએશિયામાં છે. થોડા દિવસો પહેલા ફરાહ ખાને વિક્કી કૌશલ સાથેનો ફોટો શેર કર્યો હતો. વિક્કી સાથેનો ફોટો શેર કરતી વખતે ફરાહે લખ્યું, ‘સોરી કેટરિના, હવે તેને કોઈ અન્ય મળી ગયું છે.’ ફરાહે ફોટોના બેકગ્રાઉન્ડમાં ફિલ્મ ‘કલ હો ના હો’નું ‘કુછ તો હુઆ હૈ’ ગીત પણ મૂક્યું હતું.

ફરાહની આ પોસ્ટના જવાબમાં કેટરિના કૈફે લખ્યું, ‘તમને મંજૂરી છે.’ બીજી તરફ, વિક્કી કૌશલે મજાકમાં લખ્યું, અમે ફક્ત સારા મિત્રો છીએ. વિક્કી કૌશલ અને તૃપ્તિ ડિમરી આનંદ તિવારીની આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે, જેનું નિર્માણ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ફિલ્મનું શૂટિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

આ ટીમ હાલમાં ક્રોએશિયામાં છે અને તાજેતરમાં વિક્કી અને તૃપ્તિએ એક રોમેન્ટિક ટ્રેક માટે શૂટિંગ કર્યું હતું. તમને જણાવી દઈએ કે, વિક્કી અને તૃપ્તિ ઉપરાંત, આનંદ તિવારી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં પંજાબી ગાયકમાંથી અભિનેતા બનેલા એમ્મી વિર્ક પણ મુખ્ય ભૂમિકામાં છે. વિક્કી પાસે આ દિવસોમાં ઘણા રસપ્રદ પ્રોજેક્ટ્સ છે. વિક્કી ‘ગોવિંદા નામ મેરા’માં ભૂમિ પેડનેકર અને કિયારા અડવાણી સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતો જોવા મળશે.

આ સિવાય વિક્કી મેઘના ગુલઝારની બહુપ્રતિક્ષિત સેમ બહાદુરમાં પણ જોવા મળશે, જે ફિલ્ડ માર્શલ સેમ માણેકશાના જીવનનું ચિત્રણ કરશે. આ ફિલ્મમાં તેની સાથે સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ હશે.

Shah Jina