રાજસ્થાનમાં લગ્ન કર્યા બાદ વિક્કી કૌશલ અને કેટરીના આ શાનદાર જગ્યાએ સીધા જ જશે હનીમૂન મનાવવા? હનીમૂનની જગ્યા સ્વર્ગ જેવી છે

હાલમાં મીડિયા અને સોશિયલ મીડિયામાં બસ એક જ ખબર ચર્ચાનો વિષય બની છે અને તે છે વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્નની. વિક્કી અને કેટ બંનેએ પોતાના લગ્ન ખુબ જ ખાનગીમાં રાખ્યા છે, તેમના લગ્નની કોઈ તસવીર પણ સામે આવી નથી, ના લગ્નને લઈને કોઈ મોટી જાણકારી. પરંતુ મીડિયા રિપોર્ટ પ્રમાણે તે બંને આજે એટલે કે 9 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરથી 25 કિલોમીટર દૂર ચોથ બરવાડામાં સાત ફેરા ફરી અને લગ્નના બંધનમાં બંધાઈ જશે.

મીડિયામાં પણ આ બંનેના લગ્નની એક એક અપડેટ જાણવાં માટે ચાહકો આતુર છે, ત્યારે ખબર આવી છે કે આ બંનેના હનીમૂનની જગ્યા પણ નક્કી થઇ ગઈ છે. પહેલા ખબર એવી હતી કે આ બંને પોતાના વ્યસ્ત સિડ્યુલના કારણે તેમનું હનીમૂન પાછું ઠેલી શકે છે, પરંતુ હવે મીડિયા રિપોર્ટ પ્રમાણે ખબર આવી રહી છે કે તે બંને લગ્ન બાદ સીધા જ હનીમૂન પર જશે.

વિક્કી અને કેટરીના લગ્ન બાદ સીધા જ મુંબઈ આવવા માટે રવાના થશે. અહીંયા વિક્કી અને કેટરીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્રોને એક ગ્રાન્ડ રિસેપશન પાર્ટી આપશે, જેના બાદ તે હનીમૂન મનાવવા માટે માલદીવ જવા માટે રવાના થઇ શકે છે. રિપોર્ટ પ્રમાણે કેટરીના કૈફ અને વિક્કી કૌશલનું પ્રિ-વેડિંગ ફંક્શન પણ શરૂ થઇ ગયું છે.

એવું પણ સામે આવ્યું છે કે કેટરીનાના હાથમાં વિક્કીના નામની મહેંદી પણ સજી ગઈ છે. વિક્કી-કેટરીનાએ છેલ્લા સમય સુધી પોતાના લગ્નને ખાનગી રાખ્યા છે. મહેમાનો માટે પણ તેમના લગ્નમાં ખાસ પોલિસી રાખવામાં આવી છે. આ બંનેના લગ્ન રાજસ્થાન સવાઈ માધોપુર જિલ્લાના સિક્સ સેન્સેજ ફોર્ટમાં થઇ રહ્યા છે.

Niraj Patel