અંકિતા લોખંડેની ગર્ભાવસ્થા પર આ શું કહી દીધું પતિ વિક્કી જૈને, શમરથી લાલ ચોળ થઇ ગઈ અંકિતા

બૉલીવુડ ટીવી હિરોઈનના લગભગ છ મહિના બાદ અંકિતા લોખંડે (Ankita Lokhande) આખરે પતિ વિકી જૈન (Vicky Jain) સાથે નવા ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે. ગયા મહિનાના મધ્યમાં કપલે પરિવારના સભ્યો સાથે નવા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો હતો અને પૂજા કરાવી હતી. આમ તો અંકિતા અને વિક્કીએ તેમનું અપાર્ટમેન્ટ લગ્ન પહેલા જ ખરીદી લીધું હતું,પરંતુ ઈન્ટિરિયરનું કામ ચાલી રહ્યું હોવાથી અભિનેત્રીતેના મમ્મી-પપ્પા સાથે રહેતી હતી. તો બીજી તરફ બિઝનેસ હોવાના કારણે વિકી જૈન મોટાભાગે મુંબઈ બહાર રહેતો હતો. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અંકિતાએ ગૃહપ્રવેશ બાદ હવે નવા ઘરની ઝલક દેખાડતો વિડીયો શેર કર્યો હતો.

ગત રાતે અંકિતા વિક્કી સાથે એક ઇવેન્ટમાં પહોંચી હતી. આ સમયે અંકિતાએ ગ્રીન શિમરી હાઈ થાઈ સ્લીટ ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ગજબની સુંદર લાગી રહી હતી. આ ડ્રેસ એટલો ડીપ હતો કે તેના ક્લીવેજ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. આ આઉટફિટ સાથે અંકિતાએ લાઈટ મેકઅપ કર્યો હતો અને પર્પલ ઈયરરિંગ પણ પહેર્યા હતા. અંકિતાએ પોતાના વાળમાં હાઈ બન બનાવી રાખ્યું હતું અને હાઈ હિલ્સ પણ પહેર્યા હતા, જ્યારે વિક્કી બ્લેક શૂટ-બૂટમાં જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Movie Talkies (@movietalkies)

અંકિતા જેવી જ ગાડીમાંથી ઉતરી કે મીડિયા કર્મીઓ તેની તસવીરો ક્લિક કરવા લાગ્યા હતા, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે અંકિતા આ આઉટફિટમાં થોડી અસહજ લાગી રહી હતી અને જેવી જ તે ગાડીમાંથી ઉતરી કે તેને પોતાના હાથ વડે ક્લીવેજ છુપાવવી પડી હતી અને તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થતા થતા બચી હતી. વીડિયો સામે આવતા જ લોકોએ તેને આડે હાથ લીધી હતી અને ખુબ ખરી ખોટી સંભળાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nari (@nari.kesari1)

ઇવેન્ટ દરમિયાન અંકિતા-વિક્કી ખુબ જ ખુશ દેખાયા હતા અને મીડિયા સામે તસવીરો પણ ક્લિક કરાવી હતી. આ દરમિયાન મીડિયા કર્મીઓએ અંકિતાને ગર્ભાવસ્થાને લઈને એવો સવાલ કર્યો કે અંકિતા શરમથી લાલ ચોળ થઇ ગઈ હતી.આ દરમિયાન મીડિયાકર્મીઓએ અંકિતાને આલિયા ભટ્ટની પ્રેગ્નેન્સી વિશે સવાલ કર્યો અને કહ્યું કે આલિયા-રણબીરનું પહેલું બાળક આવવાનું છે તેના પર તમારું શું કહેવું છે? અંકિતાએ તરત જ આલિયાના આવનારા બાળક માટે શુભકામનાઓ આપી.

તેના પછી મીડિયાકર્મીઓ કહ્યું,”અને તમે” ત્યારે વિક્કી તરત જ સવાલનો જવાબ આપતા કહે છે કે,”અમે પણ લાઈનમાં જ છીએ”.આ સાંભળતા અંકિતા શરમાઈ જાય છે અને વિક્કીને કહે છે કે ‘બેબી..આપણે લાઈનમાં જ છીએ’ અને તેના પર વિક્કી ફરીથી કહે છે કે,”અમુક જ દિવસોમાં”.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Bubble (@bollywoodbubble)

જણાવી દઈએ કે અંકિતાએ કારકિર્દીની શરૂઆત એકતા કપૂરના શો પવિત્ર રિશ્તા દ્વારા કરી હતી, જેમાં સુશાંત સિંહ રાજપૂત પણ મુખ્ય ભૂમિકામાં હતો.આ શો દ્વારા જ અંકિતાને ઘરે ઘરે એક નવી ઓળખ મળી હતી. ટીવી શો સિવાય અંકિતા બોલીવુડમાં પણ કામ કરી ચુકી છે અને રિયાલિટી શો ઇન્ડિયાસ સ્માર્ટ જોડીની વિનર પણ બની ચુકી છે.

Krishna Patel