“સ્કેમ 1992” દ્વારા દેશ અને દુનીયામાં રાજ કરનારા ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધી લઈને આવી રહ્યો છે જબરદસ્ત ગુજરાતી ફિલ્મ, ટ્રેલરે મચાવી રહ્યું છે ધૂમ, જુઓ

એક નવા જ વિષય અને નવી જ વાત લઈને આવી રહી છે ફિલ્મ “વ્હાલમ જાઓને !” પ્રતીક ગાંધી અને દીક્ષા જોશીની જોડી ધૂમ મચાવશે, જુઓ ટ્રેલર

ગુજરાતીઓ ફિલ્મોના જબરદસ્ત શોખીન હોય છે, રજાઓના દિવસમાં અને ચાલુ દિવસમાં પણ થિયેટરમાં પોતાની મનગમતી ફિલ્મો જોવા માટે અચૂક જતા હોય છે, આજે ગુજરાતી ફિલ્મોનો પણ સમય બદલાયો છે અને હવેની ગુજરાતી ફિલ્મો પણ હિન્દી ફિલ્મો કરતા કમ નથી બનતી, એટલે જ દર્શકોનું ભરપૂર મનોરંજન થાય છે.

થોડા સમય પહેલા આવેલી વેબ સિરીઝ “સ્કેમ-1992″ને દર્શકોએ ખુબ જ પસંદ કરી. આ વેબ સિરીઝમાં હર્ષદ મહેતાનું પાત્ર ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધીએ નીભવ્યું હતું અને આ વેબ સિરીઝ માત્ર ગુજરાતી દર્શકોને જ નહિ દુનિયાભરના દર્શકોને પસંદ આવી હતી. આ વેબ સિરીઝ અને તેમાં પોતાના અભિનય માટે અભિનેતા પ્રતીક ગાંધીને ઘણા બધા એવોર્ડ પણ મળ્યા હતા.

આ વેબસીરીઝ બાદ પ્રતીક ગાંધીને ઘણી બધી ઘણી હિન્દી ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ કામની ઓફર થઇ. ત્યારે હવે પ્રતીક એક શાનદાર ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યો છે, જેનું ટાઇટલ જ એવું છે કે લોકોને જોવાની ઈચ્છા થઇ જાય. પ્રતીક ગાંધીની આવનારી ફિલ્મ છે “વ્હાલમ જાઓને..”

“વ્હાલમ જાઓને” ફીલ્મનુ ટ્રેલર પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે અને દર્શકોએ પણ તેને ખુબ જ પસંદ કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ “જીઓ” સ્ટુડિયો દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આ ફિલ્મમાં પ્રતીક ગાંધી સાથે સાથે બીજા ઘણા બધા કલાકારો પણ જોવા મળવાના છે. આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી દીક્ષા જોશી છે.

ઉપરાંત ફિલ્મમાં સંજય ગરોળીયા, ટીકુ તલસાની, જયેશ મોરે, ઓજસ રાવલ, કેવિન દવે, કિંજલ પંડ્યા, બિન્દા રાવલ, સોનાલી લેલે દેસાઈ, પ્રતાપ સચદેવ જેવા કલાકરો પણ સામેલ છે. આ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે હાર્દિક ગજ્જરે. તો ફિલ્મને પ્રોડ્યુસ કરવામાં આવી છે જ્યોતિ દેશપાંડે દ્વારા.

આ ફિલ્મને રાહુલ પટેલ દ્વારા લખવામાં આવી છે અને સંગીત સચિન જીગરનું છે. થિયેટરમાં આ ફિલ્મ 4 નવેમ્બરના રોજ દર્શકોને જોવા મળશે. દર્શકો પણ આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયા બાદ આ ફિલ્મની આતુરતાથી રાહ જોતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ફીલ્મનું ટ્રેલર અને ગીતો પણ વાયરલ થઇ રહ્યા છે.

ફિલ્મનું ટ્રેલર પણ ખુબ જ રોમાંચક જોવા મળી રહ્યું છે, જેમાં પ્રતીક ગાંધી અને દીક્ષા જોશીની એક અનોખી લવસ્ટોરી જોવા મળી રહી છે. ટ્રેલરમાં દીક્ષા જોશી રણવીર સિંહની પર્સનલ ડિઝાઈનર બનવા માંગે છે અને તેના અખતરા તે પ્રતીક ગાંધી પર કરતી જોવા મળે છે. ટ્રેલરમાં એમ પણ જોઈ શકાય છે કે અભિનેત્રી સુસાઇડના પણ પ્રયત્ન કરે છે.

હવે થિયેટરમાં જોયા બાદ જ દર્શકોને ખ્યાલ આવશે કે આ ફિલ્મમાં આગળ શું શું જોવા મળશે. પરંતુ ટ્રેલર જોતા જ આ ફિલ્મ કોમેડિથી ભરપૂર લાગી રહી છે. ફિલ્મમાં ટીકુ તલસાની અને જયેશ મોરેના અભિનયે પણ દર્શકોનું ખુબ જ ધ્યાન ખેંચ્યું છે. અત્યાર સુધી સિરિયસ રોલમાં જોવા મળતા જયેશ મોરેનો એક અનોખો અંદાજ આ ફિલ્મમાં જોવા મળશે.

Niraj Patel