અંમિતાભ બચ્ચનના ઘરની બહાર હવે રવિવારની મીટમાં ઘટી રહી છે ચાહકોની સંખ્યા, જાણો શા કારણે પોતાના બ્લોગમાં લખી આ વાત.. જુઓ
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો ચાહકવર્ગ આખી દુનિયામાં છે. તેમને મળવા અને તેમની એક ઝલક જોવા માટે ચાહકો આતુર રહેતા હોય છે અને તેમના ઘરની બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત પણ રહેતા હોય છે. અમિતાભ બચ્ચને આ વર્ષે એપ્રિલમાં બે વર્ષ પછી તેમના ચાહકો સાથે રવિવારની મુલાકાત અને શુભેચ્છાઓ ફરી શરૂ કરી.
અમિતાભ બચ્ચન પણ પોતાના ચાહકોને ક્યારેય નિરાશ નથી કરતા અને ચાહકોને મળવા માટે પોતાના ઘરની બહાર આવે છે. અમિતાભ બચ્ચને પણ હમણાં પોતાના બ્લોગમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. બ્લોગમાં અમિતાભે એમ પણ જણાવ્યું છે કે તે ચાહકોને મળતા પહેલા ચપ્પલ શા કારણે ઉતારી દે છે.
ગત રવિવારના રોજ પણ અમિતાભને મળવા માટે મોટી સંખ્યામાં ભીડ તેમના ઘર “જલસા”ની બહાર ઉમટી હતી. ચાહકોની અભિવાદન કરતા પહેલા અમિતાભે ચપ્પલ ઉતારી દીધા અને બધાની તરફ હાથ હલાવીને તેમનું અભિવાદન કર્યું હતું. અમિતાભ બચ્ચને કહ્યું કે તેઓ તેમના ચપ્પલ ઉતારે છે અને ચાહકોને મળે છે કારણ કે તે તેમના માટે ‘ભક્તિ’ છે. અમિતાભે એમ પણ કહ્યું કે તેમના ઘરની બહાર ચાહકોનો જમાવડો ઘણો અર્થ રાખે છે.
અમિતાભે બ્લોગમાં લખ્યું કે “મેં જોયું છે કે હવે ચાહકોની ભીડ ઓછી થવા લાગી છે. સંખ્યામાં ઘટાડો થયો છે અને લોકોનો ઉત્સાહ પણ ઓછો થવા લાગ્યો છે. આનંદથી ચીસો પાડતા લોકોના અવાજનું સ્થાન હવે મોબાઈલ કેમેરાએ લઈ લીધું છે. આ સાબિત કરે છે કે સમય હવે બદલાઈ ગયો છે અને કંઈ પણ કાયમ રહેતું નથી.”