નવરાત્રિ પર આ દિશામાં સ્થાપિત કરો માં દુર્ગાની મૂર્તિ, પ્રાપ્ત થશે વિશેષ કૃપા અને ખુલી જશે કિસ્મતના બંધ દરવાજા

ચૈત્ર નવરાત્રીનો તહેવાર દેશભરમાં ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ 9 દિવસોમાં મા દુર્ગાની વિશેષ પૂજા કરવામાં આવે છે અને ઉપવાસ પણ રાખવામાં આવે છે. આ વખતે નવરાત્રિ 9 એપ્રિલથી શરૂ થઇ 17 એપ્રિલે સમાપ્ત થશે. એવું માનવામાં આવે છે કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન જ ભક્તને પૂજા અને ઉપવાસનું શુભ ફળ મળે છે.

જો માં દુર્ગાની મૂર્તિની સ્થાપના કરવામાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરવામાં આવે તો ભક્તના બંધ કિસ્મતના દરવાજા ખુલી જાય છે. જો તમે પણ ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાની તસવીર કે મૂર્તિ સ્થાપિત કરવા માંગો છો, તો તે પહેલા તમારે અહીં જણાવેલ વાસ્તુ નિયમો વિશે જાણી લેવું જોઈએ. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન આ નિયમોનું પાલન કરવાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને પૂજા સફળ થાય છે.

આ છે શુભ દિશા
વાસ્તુશાસ્ત્રમાં પૂજા સાથે જોડાયેલી દરેક વાતનું વર્ણન કરવામાં આવ્યું છે. આવા શાસ્ત્રમાં ચૈત્ર નવરાત્રિ દરમિયાન મા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરવાની યોગ્ય દિશાનું વર્ણન કરવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર-પૂર્વ દિશાને મા દુર્ગાનું ચિત્ર અથવા મૂર્તિ સ્થાપિત કરવા માટે શુભ માનવામાં આવે છે.

આ દિશામાં માં દુર્ગાની મૂર્તિની સ્થાપિત ન કરવી
વાસ્તુશાસ્ત્ર અનુસાર ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઘરની દક્ષિણ દિશામાં મા દુર્ગાનું ચિત્ર કે મૂર્તિ સ્થાપિત ન કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિશા યમરાજની છે. દક્ષિણ દિશામાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. તેથી આ દિશામાં દેવી-દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરવાથી સુખ-શાંતિની ખોટ થાય છે.

આ દિશામાં પ્રગટાવો અખંડ જ્યોત
વાસ્તુશાસ્ત્ર અનુસાર ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઉત્તર-પૂર્વ ખૂણામાં કલશ ઘરની સ્થાપના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણામાં અખંડ જ્યોતિ પ્રગટાવવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ-પૂર્વ દિશામાં અખંડ જ્યોત પ્રગટાવવાથી શત્રુઓનો નાશ થાય છે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Shah Jina