તમારા રસોડામાં આ 4 વસ્તું ક્યારેય ખતમ થવા ન થવા દો, માતા લક્ષ્મી થશે કોપાયમાન

રસોડામાં આ 4 વસ્તુંની ઉણપથી ઘરમાં આવે છે ગરીબી

દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અને ઘરમાં સુખ -સમૃદ્ધિ મેળવવા માટે લોકો શું શું કરતા હોય છે. જો માતા લક્ષ્મી કોઈના પર પ્રસન્ન થઈ જાય તો રંકમાંથી રાજા બનાવી દે છે અને ગુસ્સે થઈ જાય તો કંગાળ બનાવી દે છે. આવી કેટલીક વાતો વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવી છે, જે દેવી લક્ષ્મીને પસંદ નથી.

આ વસ્તુઓને કારણે ઘરમાં નકારાત્મકતા રહે છે. ઘરના રસોડામાં આવી ચાર વસ્તુઓ છે, જે હંમેશા મોટી માત્રામાં લાવવી જોઈએ, કારણ કે આ વસ્તુઓ રસોડામાં ખતમ થતા નકારાત્મકતાની અસર વધવા લાગે છે અને માતા લક્ષ્મી ગુસ્સે થાય છે.

1. લોટ : આમ તો દરેક રસોડામાં લોટ હોય જ છે. રસોડામાં આ સૌથી મહત્વની વસ્તુ છે, કારણ કે જો લોટ ન હોય તો રોટલી કેવી રીતે બનશે અને રોટલી વગર પેટ ભરવું મુશ્કેલ છે. જોકે સામાન્ય રીતે રસોડામાં લોટ હોય જ છે, પરંતુ મહિનાના અંતે તે ખતમ થવા લાગે છે. આવી સ્થિતિમાં, ધ્યાનમાં રાખો કે તેને વધુ માત્રામાં લાવો, જેથી લોટ વગર ક્યારેય રસોઈ ન રહે. વાસ્તુશાસ્ત્રમાં રસોડામાં લોટનું ખતમ થઈ જવું એ અશુભ માનવામાં આવે છે, તેનાથી માન- સન્માનને નુકસાન થાય છે.

2. હળદર : હળદરથી ન માત્ર ખોરાકમાં રંગ-રૂપ આવશે, પરંતુ તેનો ઉપયોગ શુભ કાર્યોમાં પણ થાય છે. જ્યોતિષોના મતે, ઘરમાં હળદર ખુટી જવી એ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેનાથી ગુરુ ગ્રહનો દોષ લાગે છે. જો રસોડામાં હળદર ખૂટી જાય તો શુભ કાર્ય કરવામાં વિઘ્ન આવે છે. તેથી, ઘરમાં હળદર ખૂટી જાય તે પહેલા ફરી ખરીદી લેવી જોઈએ.

3. મીઠું : મીઠા વગર ભોજનનો સ્વાદ ફિકો લાગે છે, તેવી જ રીતે જો રસોડામાં મીઠું ખતમ થઈ જાય તો તે જીવનને પણ સ્વાદહીન બનાવી દે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો રસોડામાં રાખવામાં આવેલા ડબ્બામાં મીઠું ખલાસ થઈ જાય તો ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. તેનાથી વાસ્તુ દોષ લાગે છે અને ઘરમાં પૈસાની સમસ્યાઓ આવવા લાગે છે.

4. ચોખા : લોકો પોતાની રસોડામાં પોતાની જરૂરિયાત મુજબ ચોખા રાખે છે અને જેમને ચોખા ઓછા ભાવે છે તેઓ એક કે બે મહિને તેની ખરીદી કરતા હોય છે. જો કે, રસોડામાં ચોખા હોવા એ ખૂબ જ જરૂરી છે. પૂજા પાઠમાં તો ચોખાનો ઉપયોગ કરવામાં આવે જ છે, પરંતુ જ્યારે ચોખા રસોડામાં ખતમ થઈ જાય છે ત્યારે શુક્ર ગ્રહનો દોષ લાગે છે. તેના કારણે ઘરમાં પૈસા સંબંધિત સમસ્યાઓ આવવા લાગે છે. તેથી, ઘરમાં ચોખાને સંપૂર્ણપણે ખતમ ન થવા દો.

 

Patel Meet