મનોરંજન

કાવ્યા કરશે શાહ હાઉસ પર કબ્જો, વનરાજ સાથે સાથે બા-બાપુજી અને છોકરાઓ પણ ખાશે ઘર-ઘરની ઠોકર

રૂપાલી ગાંગુલી સ્ટારર ટીવી શો ‘અનુપમા’ છેલ્લા ઘણા સમયથી TRP લિસ્ટમાં ટોપ પર બની રહ્યો છે. તેની લોકપ્રિયતા પાછળનું કારણ એ છે કે તેની કહાની આ દિવસોમાં રોલર કોસ્ટર રાઈડની જેમ ચાલી રહી છે. શોમાં હાલ ઘણા ટ્વીસ્ટ આવી રહ્યા છે અને હજી એવા મોટા ટ્વિસ્ટ આવશે કે દર્શકો આગામી એપિસોડની આતુરતાથી રાહ જોશે. અનુપમાના આજના એપિસોડમાં જોવા મળશે કે વનરાજ તેના પિતાના અપમાનનો બદલો લેશે અને બાને ઘરની બહાર કાઢી મૂકશે. પરંતુ શોનો સૌથી મોટો ટ્વિસ્ટ તો આવવાનો હજી બાકી છે. જે બાદ સમગ્ર શાહ પરિવારને ઠોકર ખાવાની ફરજ પડશે.

આવનારા દિવસોમાં શોમાં કાવ્યાનો અસલી ચહેરો જોવા મળશે. શોમાં આગળના એપિસોડમાં બતાવ્યુ કે, કાવ્યાએ ધીમે ધીમે ડોલી અને અનુપમાનો ઘરમાં જે ભાગ હતો તે સહી કરાવી પોતાના નામે કરાવી લીધો. બાને પોતાની વાતમાં ફસાવીને તેણે આ ખોટી હરકત કરી હતી. પરંતુ બા અને વનરાજને આ વાતનો સપને પણ ખ્યાલ ન હતો. શોનો એક પ્રોમો હાલ સામે આવ્યો છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે વનરાજ તેના પિતાના ઘરેથી જવાથી દુઃખી છે.

વનરાજ કાવ્યાને કહે છે કે તે બંને હવે ઘરની બહાર જશે અને તેના પિતા સમ્માન સાથે ઘરમાં રહેશે. પરંતુ આ સાંભળીને કાવ્યા તેના પર ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તેણે આ પરિવારની વહુ બનીને મોટી ભૂલ કરી દીધી છે. આ પછી વનરાજ તેને કહે છે કે તેણે કાવ્યાને શાહ પરિવારની વહુ બનાવીને ભૂલ કરી છે.

વનરાજ અને કાવ્યાની આ દલીલ પછી કાવ્યા કહે છે કે તે ઘર છોડી કયાંય નહિ જાય અને તે બાદ તે અંદર જાય છે અને ઘરના કાગળ લઈને બહાર આવે છે. ત્યાર બાદ કાવ્યા બધાને ઘરના કાગળ બતાવી કહે છે કે તે હવે આખા ઘરની માલિક છે. કાવ્યાનો આ માસ્ટર પ્લાન સાંભળીને આખા પરિવારના પગ નીચેથી જમીન સરકી જાય છે.