વિરાટ કોહલીની દીકરી વામિકાએ પહેલીવાર કહ્યું ‘મમ્મી’, અનુષ્કા થઇ ગઈ એટલી ખુશ કે શેર કર્યો વીડિયો, સાંભળો કેટલો ક્યૂટ છે અવાજ

ભારતીય ટેસ્ટ ટીમના કપ્તાન વિરાટ કોહલી હાલમાં પોતાની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા અને દીકરી વામિકા સાથે સાઉથ આફ્રિકામાં છે. નવા વર્ષની ઉજવણી પણ તેમને આફ્રિકામાં જ કરી. ભારતીય ટીમ હાલમાં આફ્રિકા સાથે ટેસ્ટ સિરીઝ રમી રહી છે, જેની પહેલી ટેસ્ટ તો ભારતે જીતી લીધી છે, હવે બીજી ટેસ્ટ ઉપર ચાહકોની નજર મંડરાયેલી છે.

આ દરમિયાન સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિરાટ અને અનુષ્કાની દીકરી વામિકા મમ્મી કહેતા સંભળાઈ રહી છે. આ વીડિયોને અનુષ્કા શર્માએ જ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ઉપર શેર કર્યો હતો, જેના બાદ ઘણા ફેન પેજ દ્વારા પણ શેર કરવામાં આવ્યો અને તે વાયરલ થઇ ગયો.

અનુષ્કા દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોની અંદર વામિકા વારંવાર મમ્મી મમ્મી કહેતા સંભળાઈ રહી છે. થોડા દિવસ પહેલા જ ઐતિહાસિક ટેસ્ટ મેચ જીત્યા બાદ વામિકા અને અનુષ્કા હાથ હલાવતા જોવા મળ્યા હતા.આખી મેચ દરમિયાન અનુષ્કા અને વામિકા ટીમ ઇન્ડિયાનો ઉત્સાહ વધારતા જોવા મળી હતી.

વામિકા 11 જાન્યુઆરીના રોજ પોતાનો પહેલો જન્મ દિવસ ઉજવશે. જેમાં હવે ફક્ત ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જો કે ભારતીય ટીમ હાલમાં ટેસ્ટ મેચ માટે દક્ષિણ આફ્રિકામાં છે, જેના કારણે વામિકાનો પહેલો જન્મ દિવસ ટીમની સાથે જ મનાવવામાં આવશે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પોતાની દીકરી વામિકાની પ્રાઇવસીનું પણ ખુબ જ ખાસ ધ્યાન રાખ્યું છે. વોમિકાના જન્મને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું હોવા છતાં પણ હજુ તેનો ચહેરો મીડિયા સામે નથી આવ્યો, વામિકા ઘણી જગ્યાએ અનુષ્કા અને વિરાટ સાથે સ્પોટ થાય છે ત્યારે વિરાટ દ્વારા પેપરાજીને પણ તેની તસવીરો ના ક્લિક કરવા અને પ્રાઇવસી જાળવવા માટે કહેવામાં આવે છે.

Niraj Patel