વડોદરામાં સગી જનેતાએ કરી બે દીકરીઓની હત્યા ! ઝેર પીવડાવવા છત્તાંય ના મરી તો દબાવ્યુ ગળું, પછી પોતે કર્યુ એવું કે…

સંસ્કારી નગરીમાં અસંસ્કારી માં, જનેતાએ બે બે દીકરીઓની હત્યા કરી, પોતે પણ ફાંસો ખાધો- જાણો સમગ્ર ન્યુઝ

ગુજરાતના વડોદરામાંથી હાલમાં જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં એક સગી જનેતાએ પોતાની બે પુત્રીઓની હત્યા કર્યા બાદ પોતે આપઘાતનો પ્રયાસ કર્યો. વડોદરાના કારેલીબાગ અક્ષતા સોસાયટી B-66 ઘર નંબરમાં ઉપરના માળે આ ઘટના બની હતી. જો કે, ઘરના મકાન માલિકે મહિલાને ગળેફાંસો ખાતા જોઈ લેતા તેને બચાવી લીધી હતી. મહિલાનું નામ દક્ષા ચૌહાણ છે અને તેના છૂટાછેડા થઇ ગયા છે.

મહિલાએ પોતાની બંને દીકરીઓને ઝેર આપ્યા બાદ તેમનું ગળુ દબાવ્યુ હતું. મહિલાની મોટી દીકરી હની ચૌહાણ T.Y.Bcom માં અભ્યાસ કરતી હતી અને તે એરહોસ્ટેટ બનવા માગતી હતી. આ ઉપરાંત તેની નાની દીકરી શાલિની ચૌહાણ કે જે ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. દક્ષા ચૌહાણ ડિવોર્સ બાદ પતિથી અલગ અને બંને પુત્રીઓ સાથે રહેતી હતી. લગભગ વીસેક દિવસ પહેલા જ તેણે આ મકાન ભાડે રાખ્યું હતું.

એવી આશંકા છે કે આર્થિક ભીંસને કારણે દક્ષા ચૌહાણે આ પગલુ ભર્યુ છે. ધોરણ 9માં ભણતી દીકરીની 22,000 રૂપિયા ફી નહિ ભરી શકતા પગલું ભર્યું હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. પોલીસને દક્ષા ચૌહાણ પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે અને હવે દક્ષા ચૌહાણ સામે પોલિસ હત્યાનો ગુનો નોંધશે. હાલ તો દક્ષાબેન SSG હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

દક્ષા ચૌહાણની ફોઇની દીકરી નિલમ મકવાણાએ જણાવ્યું કે, દક્ષાની આર્થિક સ્થિતિ વધુ ખરાબ હતી અને તે છેલ્લા ઘણા સમયથી એકલી રહેતી હતી. બે દીકરીઓ થતાં તેના પતિએ તેને તરછોડી દીધી હતી અને ઘણા વર્ષોથી દક્ષાબેન બંને પુત્રીઓનો ઉછેર કરી રહ્યા હતા.

Shah Jina