દુબઇની ખૂબસુરત શહેઝાદી શેખા માહરા બની માતા, લગ્નના એક વર્ષની અંદર જ આપ્યો દીકરીને જન્મ- દુનિયાને બતાવી તસવીર

માતા બની દુબઇની ખૂબસુરત શહેઝાદી, દુનિયા સાથે કરાવ્યો બાળકીનો દીદાર- તસવીરો થઇ વાયરલ

દુબઈની રાજકુમારી શેખા માહરા બિંત મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમ માતા બની છે. તેણે ગયા અઠવાડિયે એક બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીના જન્મ બાદ તેણે હોસ્પિટલની તસવીરો શેર કરી છે. દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશીદ અલ મકતુમની પુત્રી શેખા માહરાએ દુબઈની લતીફા હોસ્પિટલના ડોકટરો અને સ્ટાફનો આભાર માન્યો હતો. લેબર વોર્ડમાં બાળકીના જન્મ પછી, રાજકુમારી નવજાત બાળકને તેની છાતીએ વળગાળેલી જોવા મળી રહી છે.

તસવીરોમાં શહેઝાદીના પતિ પણ જોવા મળે છે. એક તસવીરમાં તે પોતાની દીકરીને પકડીને બેઠો છે. જણાવી દઇએ કે, દુબઈની રાજકુમારીએ હજુ તો ગયા વર્ષે મે મહિનામાં લગ્ન કર્યા હતા અને લગ્નના એક વર્ષમાં જ આ કપલ હવે પેરેન્ટ્સ બની ગયું છે. લગ્નના પાંચ મહિના પછી રાજકુમારીએ તેની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી. રાજકુમારીએ દીકરીનું નામ ભારત સાથે મળતુ ઝૂલતુ હિંદ રાખ્યુ હોવાનું કહેવાઇ રહ્યુ છે.

રાજકુમારી શેખા માહરાના પિતા શેખ મોહમ્મદ બિન રાશીદ અલ મકતુમ સંયુક્ત આરબ અમીરાતના ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને રક્ષામંત્રી છે. શેખા માહરા દુબઈના શાસકના 26 બાળકોમાંથી એક છે. તેના મૂળ અમીરાતી અને ગ્રીક છે કારણ કે માતા ગ્રીસની છે. દુબઈના શાસકે ગ્રીક મહિલાને છૂટાછેડા આપ્યા. જો કે, રાજકુમારી તેની માતા સાથે ગાઢ સંબંધ ધરાવે છે.

રાજકુમારીના પતિ શેખ માના બિન મોહમ્મદ બિન રાશીદ બિન માના અલ મકતુમ એક અમીરાતી ઉદ્યોગપતિ છે, તે ઘણા વ્યવસાય ધરાવે છે. તેઓ દુબઈમાં MBR સ્કૂલ ઓફ ગવર્નમેન્ટના એક્સિલરેટેડ લીડરશિપ ઓન-બોર્ડિંગ પ્રોગ્રામમાંથી સ્નાતક થયા.

Shah Jina