…તો તળાવામાં લાશોના ઢગલા હોત, આ મીડિયમના બાળકોનું થયું કરુણ મોત

ગઇકાલનો દિવસ વડોદરા સહિત સમગ્ર ગુજરાત માટે એક કાળા દિવસ સમાન સાબિત થયો, સંસ્કારી નગરી વડોદરામાં એક રૂંવાડા ઉભા કરી દેનારી દુર્ઘટના ઘટી. પિકનિક મનાવવા માટે ગયેલ પ્રાઇવેટ સ્કૂલના બાળકોની બોટ પાણીમાં ડૂબી જવાને કારણે 13 બાળકો અને 2 શિક્ષકો સહિત 15 લોકોના મોત થયા હોવાની ખબર છે.

પરંતુ કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે…ન્યુઝ 18ના એક અહેવાલમાં આ દુર્ઘટના મામલે મોટો ખુલાસો થયો છે. એક શિક્ષિકાએ જણાવ્યું કે, અંગ્રેજી મીડિયમના બાળકો તળાવમાં ડૂબ્યા અને ગુજરાતી મીડિયમના બાળકો બચી ગયા. 82 બાળકો પ્રવાસે ગયા હતા અને તેમાંથી 60 જેટલા બાળકો તો સહી સલામત રીતે બહાર આવી ગયા હતા. હરણી દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે.

બોટ પલટી જવાને કારણે 23 બાળકો અને 4 શિક્ષકો ડૂબ્યા હતા. ત્યારે જે બાળકો અને શિક્ષકોના મોત થયા છે, તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, વાઘોડિયાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો પિકનિક મનાવવા નીકળ્યા હતા, પણ આ પિકનિક માતમમાં ફેરવાઇ ગઇ.

Shah Jina