ઉર્વશી રૌતેલા ફાટેલા મોજા પહેરી પહોંચી ગઇ એરપોર્ટ, કેમેરામાં ઉપ્સ મોમેન્ટ થઇ કેદ, યુઝર્સે આપ્યા એવા એવા રિએક્શન કે…જુઓ વીડિયો

ઉર્વશી ખૂબસુરત દેખાવવાના ચક્કરમાં થઇ ઉપ્સ મોમેન્ટનો શિકાર, ટ્રોલર્સે કહ્યુ- આ કેવી મિસ ઇન્ડિયા ? ફાટેલી સ્ટોકિંગ…

બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચામાં બનેલી છે. જ્યારથી ક્રિકેટર ઋષભ પંતનો અકસ્માત થયો છે, ત્યારથી અભિનેત્રી સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટથી લોકોનું ધ્યાન ખેંચી રહી છે. ક્યારેક ફોલ્ડેડ હેન્ડ ઇમોજી, તો ક્યારેક પ્રાર્થના લખી તો ક્યારેક ઋષભ પંત જે હોસ્પિટલમાં છે તેની તસવીર શેર કરી ઉર્વશી હેડલાઇન્સ મેળવી રહી છે. આવું કરી તે ટ્રોલ પણ ઘણી થઇ રહી છે. જો કે, ઉર્વશીનું ટ્રોલ થવું કોઇ નવી વાત નથી.

ઘણીવાર તે ટ્રોલર્સના નિશાના પર આવી જાય છે. ત્યારે હાલમાં ફરી એકવાર આવું જ કંઇક થયુ છે. આ વખતે ઉર્વશી તેના ફાટેલા મોજાને લઇને સોશિયલ મીડિયા પર ટ્રોલર્સના નિશાના પર આવી છે. ઉર્વશીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે એરપોર્ટ પર જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે પિંક શોર્ટ ડ્રેસ કેરી કર્યો હતો અને આ સાથે તેણે બ્લેક સ્ટોકિન્સ કેરી કરી હતી.જેમાં તે ખૂબસુરત લાગી રહી હતી.

પરંતુ આ લુકને લઇને તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ ગઇ. ઘણા યુઝર્સે આ વીડિયો પર રિએક્શન આપ્યુ છે અને અભિનેત્રીને નિશાના પર લીધી છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ ઇન્સ્ટા પર ઉર્વશીનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં બધાની નજર ઉર્વશીના ફાટેલા સ્ટોકિન્સ એટલે કે ફાટેલા મોજા પર અટકી ગઇ. કેમેરો જોતા જ ઉર્વશીએ ઘણી ચાલાકી સાથે પોતાના ફાટેલા સ્ટોકિન્સને છૂપાવવાની કોશિશ કરી પણ આ નજારો કેમેરામાં કેદ થઇ ગયો.

આ જોઇ યુઝર્સે અલગ અલગ રિએક્શન આપવાના શરૂ કરી દીધા. કોઇએ અભિનેત્રીના ફાટેલા સ્ટોકિન્સ પર ફની કમેન્ટ કરી તો કોઇએ તેની મજાક ઉડાવી. એકે લખ્યુ- તેના સીધા પગની સ્ટોકિન્સ ફાટી ગઇ છે. શું નીકળ્યા પહેલા ધ્યાન નથી આપ્યુ. એકે સવાલ કરતા પૂછ્યુ કે, શું આને ફાટેલા સ્ટોકિન્સ પર ધ્યાન નથી આપ્યુ. એક બીજા યુઝરે લખ્યુ- સ્ટોકિન્સ ફાટી ગઇ છે. હોઇ શકે કે આ તેની ફેવરેટ હોય અને એ માટે તેણે આને ફેંકી ન હોય.

એકે લખ્યુ- બોલિવુડ કરિયરની જેમ સ્ટોકિન્સ પણ ફાટી ગયા. એકે કહ્યુ કે- જ્યારે સ્ટોકિંગ ફાટ્યાનો અહેસાસ થશે ત્યારે કહેશે કે આ નવો ટ્રેન્ડ છે. ઘણા લોકોએ ઉર્વશીને ખરી-ખોટી સંભળાવી હતી. ઉલ્લેખનીય છે કે, ઉર્વશી અવાર નવાર ઋષભ પંતને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina