અનુપમા-અનુજનો કિસિંગ સીન થયો લીક, પેશનેટ કિસ જોઇ ચાહકો પણ રહી ગયા હેરાન- જુઓ તસવીરો અને વીડિયો

પહેલીવાર ઇંટીમેટ થયા અનુપમા-અનુજ, સ્ક્રીન પર કપલે કરી પેશનેટ કિસ, વીડિયો જોઇ હેરાન રહી ગયા ચાહકો

ટીવીનો મોસ્ટ પોપ્યુલર અને ધમાકેદાર શો અનુપમા વર્ષ 2022માં ઘણો ચર્ચામાં રહ્યો છે. વર્ષ 2023માં પણ લાગે છે કે શો ટીઆરપી લિસ્ટમાં નંબર વન રહેશે. શો એક એવી મહિલાની કહાની છે જે છૂટાછેડા બાદ તેના નવા રસ્તા ખોલે છે. ઘણા સંઘર્ષો બાદ અનુપમાએ તેના મિત્ર અને તેના પ્રેમ અનુજ કપાડિયા સાથે ઘર વસાવ્યુ છે. શોમાં અત્યાર સુધી ઘણુ બધુ થઇ ચૂક્યુ છે. અનુપમામાં ચાહકોને અનુજ અને અનુપમાની કેમેસ્ટ્રી પસંદ આવી રહી છે.

આ શો ઘણો ટ્રેન્ડ કરી રહ્યો છે. શોમાં પ્રેમની ભરમાર થતી જોવા મળી રહી છે. જે પળની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, આખરે તે એપિસોડ આવી ગયો. અનુપમા અને અનુજ રોમેન્ટિક થયા છે. તેમના વચ્ચે દમદાર કેમેસ્ટ્રીએ ચાહકોનું દિલ જીતી લીધુ છે. અનુપમા અને અનુજની રોમેન્ટિક ક્લિપ્સ અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. અનુપમા અને અનુજ વચ્ચે ગત દિવસોમાં ટેન્શન રહ્યુ છે,

તેને ભૂલાવવા માટે અને નવી શરૂઆત કરવા માટે અનુપમા સરપ્રાઇઝ ડેટ પ્લાન કરે છે. અનુપમા ફ્રેશ સ્ટાર્સ ઇચ્છે છે, જેમાં તે સક્સેસફુલ પણ થઇ. એપિસોડમાં અનુજને પ્રેમમાં દીવાનો જોઇ શકાય છે. કપલ શોમાં પહેલીવાર ઇંટીમેટ થયુ છે. બંને વચ્ચે પેશનેટ કિસ જોવા મળી. બંનેને સાથે પ્રેમ ભરેલો સમય વિતાવતા જોઇ ચાહકો ઘણા ખુશ છે.

MaAn ચાહકો વચ્ચે બંનેનો રોમાન્ટ હોટ ટોપિક બનેલો છે. અનુપમા અને અનુજની સિઝલિંગ કેમેસ્ટ્રીએ ચાહકોને દીવાના બનાવી દીધા છે. ત્યારે અનુપમા અને અનુજના રોમાન્સને કારણે શોને TRPમાં ફાયદો મળવો પાક્કો છે. આમ તો જ્યારથી અનુપમા શો ઓનએર થયો છે, ત્યારથી તે ચાહકોનો ફેવરેટ બની રહ્યો છે.

શો ટીઆરપીમાં વધારે નંબર 1ની પોઝિશન પર હોય છે. ઓનસ્ક્રીન અનુજ અને અનુપમાની જોડી ચાહકોની ફેવરેટ છે. શોમાં અનુપમાનો રોલ રૂપાલી ગાંગુલી તો અનુજ કપાડિયાનો રોલ ગૌરવ ખન્ના નિભાવી રહ્યો છે.

Shah Jina