તસવીરમાં અક્ષય કુમારના દીકરા સાથે દેખાઇ રહેલી આ ખૂબસુરત મિસ્ટ્રી ગર્લ કોણ છે ? આરવ સાથે શું સંબંધ, જાણો

નેકલેસ પહેરેલ જોવા મળ્યો અક્ષય-ટ્વિંકલનો દીકરો આરવ : આ મિસ્ટ્રી ગર્લ સાથે સેલ્ફી વાયરલ, યુઝર્સ બોલ્યા- જલ્દી એક્ટિંગ શરૂ કરો

બોલિવુડના ખેલાડી કહેવાતા અભિનેતા અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિંકલ ખન્નાનો પુત્ર આરવ વધારે લાઇમલાઇટમાં નથી રહેતો, તે કેમેરામાં પણ વધારે નજર આવતો નથી, જો કે, ઘણા ઓછા પ્રસંગો એવા છે જેમાં આરવ જોવા મળે છે. પરંતુ હાલમાં જ આરવની બે તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તે એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળી રહ્યો છે. તસવીરો વાયરલ થયા બાદ લોકો પૂછી રહ્યા છે કે આ છોકરી કોણ છે. તો જણાવી દઈએ કે આ મિસ્ટ્રી ગર્લ નાઓમિકા સરન છે.

ખન્ના પરિવાર સાથે નાઓમિકાનો ખાસ સંબંધ છે. તે આરવની કઝિન બહેન છે. નાઓમિકા દિવંગત અભિનેતા રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની નાની દીકરી રિંકી ખન્નાની પુત્રી છે. આરવ 20 વર્ષનો છે જ્યારે નાઓમિકા 18 વર્ષની છે. શનિવારે નાઓમિકાએ ઇન્સ્ટાગ્રામ પર આરવ સાથેની એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં આરવ ઈન્ડિગો શર્ટ અને નેકલેસમાં જોવા મળે છે, જ્યારે નાઓમિકાએ સફેદ ડ્રેસ અને લોકેટ પહેરેલ છે.

નાઓમિકાએ આ પહેલા પણ એકવાર આરવ સાથે ચિલ કરતી વખતે તસવીર શેર કરી હતી. 18 વર્ષની ઉંમરે નાઓમિકા ઘણી સ્ટાઇલિશ લાગે છે અને તે ઘણી ગ્લેમરસ પણ છે. નાઓમિકાના સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો જોવા મળે છે, જેમાં તે ઘણી જ સુંદર લાગી રહી છે. જણાવી દઇએ કે, આરવ અને નાઓમિકાની તસવીરો પર ઘણા યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું, ‘હું ઈચ્છું છું કે આ બંને એક્ટિંગ શરૂ કરે.’

એકે લખ્યું, ‘કઝીન જેઓ સાથે રમે છે, સાથે રહે છે.’ બીજાએ કહ્યું, ‘તમારા બંનેની આંખો સુંદર છે’ એક વ્યક્તિએ તેમને પ્રિય ભાઈ-બહેન પણ કહ્યા. જણાવી દઇએ કે, નાઓમિકા રિંકી ખન્ના અને પતિ સમીર સરનની પુત્રી છે. રિંકી દિવંગત અભિનેતા રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની નાની પુત્રી છે. રિંકીએ 1999માં ‘પ્યાર મેં કભી કભી’ સાથે અભિનયની શરૂઆત કરી હતી અને ‘જીસ દેશ મેં ગંગા રહેતા હૈ’, ‘મુજે કુછ કહેના હૈ’, ‘યે હૈ જલવા’, ‘ઝંકાર બીટ્સ’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

ટ્વિંકલ ખન્નાની જેમ તેણે પણ ફિલ્મો છોડી દીધી છે અને હાલમાં તે તેના પરિવાર સાથે લંડનમાં રહે છે. આરવ તાજેતરમાં જ લંડન જતા પહેલા મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આરવને ફિલ્મોમાં કે અભિનેતા બનવામાં રસ નથી. તે ફેશન ડિઝાઇનિંગ કરવા માંગે છે.

Shah Jina