રોબોટનો રોલ નિભાવી રાતો રાત ફેમસ થઇ હતી ‘કરિશ્મા કા કરિશ્મા’ ફેમ અભિનેત્રી, હવે સગાઇની ગુડ ન્યુઝ શેર કરી આવી ચર્ચામાં

15 વર્ષની ઉંમરે છોડી એક્ટિંગ, માતાના કહેવા પર કર્યો અભ્યાસ, હવે 26 વર્ષની ઉંમરે દુલ્હન બનશે ‘કલ હો ના હો’ની ચાઇલ્ડ આર્ટિસ્ટ

શાહરૂખ ખાન, પ્રીતિ ઝિંટા અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘કલ હો ના હો’ તમને યાદ હશે. આજથી 20 વર્ષ પહેલા વર્ષ 2003માં આવેલી આ ફિલ્મમાં એક એવી અભિનેત્રી હતી, જેણે તેની માસૂમિયત સાથે સાથે ક્યુટનેસ અને એક્ટિંગથી પણ દર્શકોનું દિલ જીતી લીધુ હતુ. તે હતી ઝનક શુકલા. ફિલ્મમાં ઝનકે નાની જીયા કપૂરનો રોલ નિભાવ્યો હતો. આ રોલમાં તેને ઘણી પસંદ કરવામાં આવી હતી. હવે આ જીયા 26 વર્ષની થઇ છે.

આ બધા વચ્ચે લાંબા સમય બાદ અદાકારાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલ ખબર સામે આવી રહી છે. ટીવીને અલવિદા કહી ચૂકેલી ઝનક શુક્લા લગ્ન કરવા જઇ રહી છે. તેની તેના બોયફ્રેન્ડ સ્વપ્નિલ સૂર્યવંશી સાથે સગાઇ થઇ ગઇ છે. ઝનકે ઇન્સ્ટાગ્રામ પર પોતાની સગાઇની તસવીરો શેર કરી છે. ઝનકની સગાઇની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા જ વાયરલ થઇ ગઇ હતી. ટીવી સ્ટાર્સથી લઇને ચાહકોએ તેને શુભકામના આપતા પોસ્ટ પર કમેન્ટ કરી.

જણાવી દઇએ કે, 90ના દાયકામાં ટીવી સીરિયલ કરિશ્મા કા કરિશ્માથી સનસની મચાવનારી ચાઇલ્ડ એકટ્રેસ ઝનક શુક્લાને કોણ ભૂલી શકે. તેણે 15 વર્ષની ઉંમરે એક્ટિંગ ફિલ્ડને અલવિદા કહી દીધુ હતુ. એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરના પીક પર હોવા છત્તાં ઝનકે કેમ એક્ટિંગની દુનિયાથી બ્રેક લીધો, આ સવાલ બધાના મનમાં ઉઠે છે. ઇ ટાઇમ્સને આપેલ એક ઇન્ટરવ્યુમાં ઝનક શુક્લાએ આ પાછળનું કારણ જણાવ્યુ હતુ.

તેણે કહ્યુ, એક્ટિંગથી વધારે મારા માટે અભ્યાસ જરૂરી હતો. મારા પેરેન્ટ્સ પણ આ જ ઇચ્છતા હતા કે મારે એક્ટિંગ કરતા વધારે ફોકસ અભ્યાસ પર કરવો જોઇએ. આ માટે મેં 15 વર્ષની ઉંમરે એક્ટિંગથી બ્રેક લીધો અને સ્ટડી પર ધ્યાન આપ્યુ. તે બાદ ઝનકે અર્કોલોજીમાં માસ્ટર્સનો અભ્યાસ પૂરો કર્યો. ઝનક શુક્લાએ ટીવી અને બોલિવુડ સિવાય હોલિવુડ ફિલ્મ વન નાઇટ વિથ ધ કિંગમાં પણ કામ કર્યુ છે.

એટલું જ નહિ તે દિવંગત અભિનેતા ઇરફાન ખાનની ફિલ્મ ડેડલાઇન-સિર્ફ 24 ઘંટેમાં પણ નજર આવી ચૂકી છે.તે ટીવી શો ‘કરિશ્મા કા કરિશ્મા’થી પોપ્યુલર થઇ હતી. તે બાદ તેણે સોન પરી, હાતિમ વગેરે જેવા શોમાં કામ કર્યુ. ઘણા ઓછા લોકો જાણે છે કે ઝનક શુક્લા ટીવી શો કુમકુમ ભાગ્ય ફેમ સુપ્રિયા પાઠક અને ફિલ્મમેકર હરી શુક્લાની દીકરી છે.

ઝનક શુક્લા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, તે લાઇફસ્ટાઇલ અને ફેશન બ્લોગર છે. ઝનક ઘણીવાર તેની નવી નવી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

Shah Jina