‘માતા કી ચૌકી’માં ડાન્સ કરતા આવ્યા નજર, ચાહકોએ કહ્યુ- હવે લગ્ન કરી લો.. ચુંદડી ઓઢી કપલની તસવીરો-વીડિયો વાયરલ
તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રા આ દિવસોમાં ખાસ્સા વ્યસ્ત ચાલી રહ્યા છે. બંને પાસે બેક ટુ બેક ઘણા પ્રોજેક્ટ છે. ખાસ કરીને તેજસ્વી પ્રકાશે જ્યારથી બિગબોસ 15ની ટ્રોફી પોતાના નામે કરી છે ત્યારથી તે લોકો વચ્ચે રોજ ચર્ચામાં રહે છે. તે બિગબોસની ટ્રોફી જીત્યા બાદથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં તેજી સાથે પોતાની પાંખો ફેલાવી રહી છે. બિગબોસમાં તેને કરણ કુંદ્રાના રૂપમાં પોતાના જીવનનો પ્રેમ મળી ગયો. જેની સાથે લગ્નની ચર્ચા અવાર નવાર થતી રહે છે.
બિગબોસની ટ્રોફી જીત્યા બાદ એકતા કપૂરે નાગિન શોમાં તેજસ્વીને લીડ રોલ ઓફર કર્યો હતો. હાલ તો તેજસ્વી તેના કરિયરના સાતમા આસમાન પર છે. તેજસ્વી અને કરણને તેમની કેમેસ્ટ્રી માટે ઓળખવામાં આવે છે. બિગબોસમાં મળેલ ઘણા કપલ્સ જ્યાં કેટલાક સમયના ડેટિંગ બાદ અલગ થઇ જતા જોવા મળે છે, ત્યાં કરણ અને તેજસ્વીની જોડી ગ્લેમર વર્લ્ડની સૌથી ચર્ચિત જોડી બની ગઇ છે. બંનેને ઘણીવાર એકસાથે સ્પોટ કરવામાં આવે છે.
ત્યારે હાલમાં તેજસ્વી અને કરણ બંને નાગિન 6 એક્ટ્રેસ સુધા ચંદ્રનના ઘરે માતાની ચૌકીમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તે બંને સાથે બીજા પણ ઘણા સેલિબ્રિટી જોવા મળ્યા હતા. આ દરમિયાનની તેજસ્વી અને કરણની બંનેની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જે ખૂબ વાયરલ થઇ રહ્યા છે. ચાહકો પણ તસવીરોને ઘણી પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે તેજસ્વી અને કરણ માતાની ચૌકીમાં આશીર્વાદ લેતા જોઇ શકાય છે.
આ દરમિયાન ચૌકીમાં પૂજારી બંનેના ગળામાં એક ચુંદડી નાખે છે. તે બાદ તેજસ્વી કરણના કપાળ પર એક નાની ચુંદડી બાંધતી જોઇ શકાય છે. તે બાદ તે બંને સાથે માતાની આરતી પણ કરે છે. લુકની વાત કરીએ તો, આ દરમિયાન તેજસ્વીએ ગ્રે કલરનો સૂટ પહેર્યો હતો અને કરણ કુંદ્રાએ વ્હાઇટ શર્ટ સાથે બ્લેક પેન્ટ પહેર્યુ હતુ. સોશિયલ મીડિયા પર બંનેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેના પર ચાહકો રિએક્શન આપી રહ્યા છે.
એક યુઝરે લખ્યુ- ભગવાન આમની રક્ષા કરે. તેમના બોન્ડ, સફળતા અને પ્રેમની રક્ષા કરે. ટચ વુડ. બીજાએ લખ્યુ- હવે તો બંને લગ્ન કરી લો. આ ઉપરાંત તેજસ્વી અને કરણનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં બંને ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. તે બંને માતાના ગીત પર ઠુમકા લગાવતા જોવા મળ્યા હતા.
View this post on Instagram
બંનેને આવી રીતે જોઇ તેમના ચાહકો ઘણા ખશ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેજસ્વી આ દિવસોમાં નાગિન 6માં જોવા મળી રહી છે, જ્યારે કરણ કુંદ્રાનો ઇશ્ક મેં ઘાયલ શો જલ્દી જ શરૂ થવાનો છે.
View this post on Instagram