મનોરંજન

જાવેદ અખ્તર સાથે મુલાકાત બાદ બોલી ઉર્ફી જાવેદ- “દાદાજી મળી ગયા..હું તમારી પૌત્રી, હવે જાયદાદાના ત્રણ ભાગ પડવાના છે”

જાવેદ અખ્તર અને ઉર્ફી જાવેદને સાથે જોઇ નીકળી નેટિજન્સની હસી, દાદા-પૌત્રીની ઉડાવી મજાક, કપડા પર પણ કરી કમેન્ટ્સ

સોશિયલ મીડિયા સેંશેસન ઉર્ફી જાવેદ તેની અતરંગી ફેશન માટે જાણિતી છે. જો કે, તે તેની અજીબો ગરીબ સ્ટાઇલને કારણે ઘણી ટ્રોલ પણ થાય છે. પરંતુ ઉર્ફીને આ બધાથી કોઇ ફરક નથી પડતો અને તે તેની સ્ટાઇલ સાથે અવાર નવાર એક્સપરિમેન્ટ કરતી રહે છે. ત્યાં ઉર્ફીના સરનેમને કારણે તેનું નામ કેટલીકવાર બોલિવુડના મશહૂર ગીતકાર જાવેદ અખ્તર સાથે જોડાય છે. શનિવારે અભિનેત્રીએ જાવેદ અખ્તર સાથે મુલાકાત કરી, જેની તસવીર તેણે તેની ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કરી હતી.

ર્ફીએ જાવેદ અખ્તર સાથે મુલાકાતની તસવીર શેર કરતા લખ્યુ કે, આખરે આજે મારી મારા દાદાજી સાથે મુલાકાત થઇ. તે એક લીજેન્ડ છે, સવારે સવારે એટલા લોકો સેલ્ફી લેવા માટે લાઇનમાં ઊભા હતા, પણ તેમણે કોઇને ના ન કહી, બધાની સાથે સ્માઇલથી વાતચીત કરી. તે ઘણા વોર્મ છે. જો કે, ઉર્ફીને કેટલાક લોકોએ ટ્રોલ પણ કરી હતી. એક યુઝરે કમેન્ટ કરી કે ઉર્ફીએ દાદાને મળવા માટે આટલા કપડા કેવી રીતે પહેરી લીધા. એકે લખ્યુ- તને તો કપડાથી એલર્જી હતી ને. એક બીજાએ લખ્યુ-હવે દાદા-પૌત્રી ધમાલ કરશે. 

ત્યાં એરપોર્ટ પર સૂટ પહેરી પહોંચેલી ઉર્ફી જાવેદને જ્યારે પેપરાજીએ જાવેદ અખ્તર સાથે મુલાકાત વિશે પૂછ્યુ તો અભિનેત્રી બોલી- તે મારી સાથે ફ્લાઇટમાં હતા. તે ઘણા સારા છે અમે ઘણી વાતો કરી. મેં તેમને કહ્યુ કે, તમને ખબર છે ને કે હું તમારી પૌત્રી છું, હવે જાયદાદાના ત્રણ ભાગ થવાના છે. જણાવી દઇએ કે, ઘણીવાર ઉર્ફીને જાવેદ અખ્તરની પૌત્રી કહેવામાં આવે છે. આને લઇને અભિનેત્રી ક્લીયર પણ કરી ચૂકી છે કે જાવેદ અખ્તર સાથે તેનો કોઇ સંબંધ નથી.

 ઉર્ફીએ એકવાર એવી ટી શર્ટ પણ પહેરી હતી કે તેમાં લખ્યુ હતુ કે જાવેદ અખ્તરની પૌત્રી નથી. છેલ્લા દિવસોમાં જાવેદ અખ્તરની પત્ની અને વેટરન એક્ટ્રેસ શબાના આઝમીએ અફવાઓને ખારિજ પણ કરી દીધી હતી અને ટ્વીટ કર્યુ હતુ કે, ઉર્ફી જાવેદ અમારા સાથે કોઇ પણ રીતે રિલેટેડ નથી. ઉર્ફી હાલમાં ઋત્વિક ધંજાનીના શો ડેટબાજીમાં નજર આવી હતી. આ ઉપરાંત એમટીવી સ્પ્લિટ્સવિલામાં તેને તેના અપીયરેંસ માટે પસંદ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

 તેનો એક મ્યુઝિક વીડિયો ‘હાય હાય યે મજબૂરી’ પણ રીલિઝ થયો હતો. અભિનેત્રીએ મેરી દુર્ગા, બેપનાહ, પંચ બીટ સિઝન 2, ચંદ્ર નંદિની, સાત ફેરો કી હેરા ફેરી, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને કસૌટી ઝિંદગી કી સહિત ઘણા શોમાં કામ કર્યુ છે. તેણે 2021માં બિગબોસ ઓટીટીમાં પણ ભાગ લીધો હતો.