જ્યારે એડલ્ટ સાઇટ પર લીક થઇ ગઇ હતી ઉર્ફીની તસવીર તો પિતાએ કહ્યુ હતુ ગંદી ફિલ્મોમાં કામ કરવાવાળી, 17 વર્ષની ઉંમરે જ…

ઉર્ફીના પપ્પા બેભાન ન થઈ જાય ઢોર માર મારતા, સંબંધીઓએ કહી પોર્ન સ્ટાર, 17 વર્ષની ઉંમરે નક્કી કરેલું કે…

ઉર્ફી જાવેદ આજના સમયમાં એવું નામ છે જેનાથી કદાચ જ કોઇ અજાણ હશે. પોતાના અતરંગી આઉટફિટ અને અજીબો ગરીબ ફેશન સેંસને કારણે તે ચર્ચામાં રહે છે. પણ શું તમે જાણો છો કે આ હસતા ચહેરા પાછળ એક દર્દ પણ છૂપાયેલુ છે. 15 વર્ષની ઉંમરમાં ઉર્ફી સાથે એવું કંઇ થયુ કે જે કદાચ જ કોઇ સહન કરી શકે. ઘણા ઇન્ટરવ્યુમાં ઉર્ફીએ પોતાની સાથે થયેલ હાદસા વિશે ખુલાસો કર્યો છે. ઉર્ફીનું બાળપણ ઘણુ દર્દ ભરેલુ વીત્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન ઉર્ફીએ જણાવ્યુ હતુ કે તેની સાથે બાળપણમાં કંઇક એવું થયુ હતુ કે જેને કારણે તેણે 17 વર્ષની ઉંમરે જ ઘરથી ભાગવાનો નિર્ણય લીધો હતો. તેણે એ પણ જણાવ્યુ કે તેણે આવું કેમ કર્યુ હતુ. હ્યુમન્સ ઓફ બોમ્બે સાથે વાતચીત દરમિયાન ઉર્ફી જાવેદે જણાવ્યુ કે તેના બાળપણમાં ત્યારે પરેશાની આવી જ્યારે 15 વર્ની ઉંમરે કોઇએ તેની તસવીર પોર્ન સાઇટ પર અપલોડ કરી દીધી હતી. જો કે, તે તસવીર બિલકુલ નોર્મલ હતી.

 

View this post on Instagram

 

A post shared by ✨ (@urfi.31)

ટ્યુબ ટોપ પહેરેલી તસવીર તેણે ફેસબુક પર શેર કરી દીધી હતી અને કોઇએ આ તસવીરને ડાઉનલોડ કરી પોર્ન સાઇટ પર મોર્ફિંગ કર્યા વગર અપલોડ કરી દીધી હતી. ધીરે-ધીરે તેની તસવીર વિશે બધાને ખબર પડી ગઇ અને ત્યારે તેના પર આરોપ લાગવા લાગ્યા. ઉર્ફીએ આગળ જણાવ્યુ કે તેને એવું કહેવામાં આવ્યુ કે તે એક પોર્ન સ્ટાર છે. ત્યારે ઉર્ફીનું રિએક્શન હતુ વીડિયો ક્યાં છે ? પણ તો પણ લોકો પોર્ન સ્ટાર કહી તેને બોલાવા લાગ્યા.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@bollytellybuzz)

અહીં સુધી કે તેના પિતાએ પણ તેને પોર્ન સ્ટાર કહી. ઉર્ફીએ જણાવ્યુ કે તેને લાગ્યુ કે તેના પિતા આનાથી લોકોની સંવેદના હાંસિલ કરવા માગે છે. પિતાએ બધા સંબંધીઓને કહી રહ્યા હતા કે પોર્ન સાઇટવાળા 50 લાખ રૂપિયા માગી રહ્યા છે, તે લોકો ઉર્ફીને મારી રહ્યા છે. તે બાદ જ તેણે ઘરેથી ભાગવાનો નિર્ણય કર્યો. ઉર્ફીએ આગળ જણાવ્યુ કે, તે તેની બહેનો સાથે ઘર છોડી આવી ગઇ. લખનઉમાં એક જગ્યા મળી જ્યાં રહેવાનું શરૂ કર્યુ અને બાળકોને ભણાવી તે ભાડુ ભરતી.

 

View this post on Instagram

 

A post shared by DIRTY (@thedirtymagazine)

બાદમાં તે દિલ્લી શિફ્ટ થઇ અને ત્યાં તેણે મન વગરની કોલ સેંટરમાં જોબ શરૂ કરી. તે બાદ ઉર્ફીએ મુંબઇનો રૂખ કર્યો અને તે એક પીજીમાં રહેવા લાગી અને રોલ્સ માટે ઓડિશન આપવા લાગી. તેને એક ટીવી શોમાં નાનું કામ મળ્યુ. ઉર્ફીએ એવું પણ કહ્યુ કે તેના પિતા તેને ઘણુ મારતા હતા. એકવાર તો તેના પિતાએ તેને એવું માર્યુ હતુ કે તે બેહોંશ થઇ ગઇ હતી. જણાવી દઇએ કે, ઉર્ફી જ્યારથી બિગબોસ ઓટીટીમાંથી બહાર આવી ત્યારથી તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. ઉર્ફી અતરંગી ફેશનને કારણે ક્વીન બની ગઇ અને આજે તે અબુ જાની-સંદીપ ખોસલા અને રાહુલ મિશ્રા જેવા મોટા ડિઝાઇનર્સના કપડામાં મોડલિંગ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

Shah Jina