ઉર્ફી જાવેદ એવા કપડા પહેરી પહોંચી કે જોતા જ લોકો ભડકે બળ્યા- જુઓ તસવીરો અને વીડિયો

ઉર્ફી જાવેદ હંમેશા પોતાના અજીબોગરીબ કપડાને કારણે ચર્ચામાં રહે છે. ઉર્ફી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આ સિવાય તે ઘણીવાર પબ્લિક પ્લેસ પર પણ અજીબોગરીબ ડ્રેસમાં જોવા મળે છે અને ક્યારેક ક્યારેક તો તે બધી હદો પાર કરતી જોવા મળે છે. તેની ફેશન સેન્સ માટે લોકો તેને ટ્રોલ પણ કરતા હોય છે પરંતુ ઉર્ફી તેને ગંભીરતાથી લેતી નથી. તે દરેક વખતે પોતાની અજીબોગરીબ અને વિચિત્ર ફેશન સેન્સથી લોકોને સરપ્રાઈઝ કરે છે.

હાલમાં જ ઉર્ફી જાવેદ એવા વિચિત્ર કપડાં પહેરીને PVR પહોંચી કે ત્યાં હાજર લોકો પણ દંગ રહી ગયા. આ દરમિયાનનો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ લોકો ફરીથી તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. પેપરાજી પેજ દ્વારા શેર કરવામાં આવેલા વિડિયોમાં ઉર્ફી જાવેદને બ્રા પર એકદમ નાનું ક્રોપ ટોપ પહેરેલું જોઈ શકાય છે. આ સાથે તેણે ટ્રેક પહેર્યુ છે અને તે એટલું નીચુ છે કે તેનું લોઅર પણ દેખાઇ રહ્યુ છે.

પીવીઆરમાં ઉર્ફીને આવા કપડામાં જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તરત જ પેપરાજી ફોટો લેવા માટે તેની તરફ આગળ વધે છે, ઉર્ફી પૂછતી જોવા મળે છે કે શું તે વોશરૂમ સુધી પણ આવશે. આ પછી તે હસવા લાગે છે અને પેપરાજી માટે પોઝ આપે છે. ઉર્ફીનો આ લેટેસ્ટ વિડિયો જોયા બાદ લોકો સોશિયલ મીડિયા પર તેની પર આકરા પ્રહારો કરતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું- આવી છોકરીઓ માતા-પિતાનું નામ બગાડે છે.

બીજાએ લખ્યું – અરે તમે આને મેન્ટલ હોસ્પિટલનું સરનામું આપો. અન્ય એકે લખ્યું – પરિવારના સભ્યોએ સંસ્કાર આપ્યા નથી. જણાવી દઇએ કે, ઉર્ફી જુહુમાં પીવીઆરમાં ‘મિડલ ક્લાસ લવ’ની સ્ક્રીનિંગમાં આ વિચિત્ર આઉટફિટમાં જોવા મળી હતી. ઉર્ફીએ તેના ચહેરા પર માસ્ક લગાવેલુ હતુ અને વાળ ખુલ્લા છોડી દીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by ETimes TV (@etimes_tv)

જો કે ઉર્ફી તેની ફેશન સેન્સને લઈને હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ તે તેની અદભુત સ્ટાઈલ માટે પણ જાણીતી છે. હાલમાં જ ઉર્ફી એક ઈવેન્ટમાં પહોંચી હતી. જ્યાં કોઈએ તેના કપડા પર કમેન્ટ કરી હતી, ત્યારબાદ ઉર્ફી પણ પેપરાજી પર ખરાબ રીતે ગુસ્સો કરતી કરતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina