લગ્ન બાદ હવે હનીમૂન પર પહોંચ્યું બહુચર્ચિત કપલ અભિનેત્રી મહાલક્ષ્મી અને પ્રોડ્યુસર રવિન્દ્ર, મજાક ઉડાવનારા લોકોને આપ્યો એવો જવાબ કે….

ફિલ્મમેકર રવિન્દ્ર ચંદ્રશેખરે થોડા સમય પહેલા જ સાઉથની જાણીતી અભિનેત્રી મહાલક્ષ્મી સાથે લગ્ન કર્યા છે. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ દુલ્હનની સુંદરતા ચર્ચાનો વિષય બની ગઈ છે. રવિન્દ્ર ચંદ્રશેખર અને અભિનેત્રી મહાલક્ષ્મીના લગ્ન ઘણા જ ચર્ચામાં રહ્યા હતા. બંનેએ પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં સાત ફેરા ફર્યા હતા. અભિનેત્રીએ લગ્ન બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે તેના પતિ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. ત્યારે હવે આ બહુ ચર્ચિત કપલ હનીમૂન ઉપર પહોંચી ગયું છે.

મહાલક્ષ્મી અને ચંદ્રશેખર બંને સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો પણ સતત શેર કરતા રહે છે. ચાહકો પણ તેમના સોશિયલ મીડિયા ઉપર સતત નજર રાખે છે અને તેમની તસવીરો પોસ્ટ થવાની સાથે જ વાયરલ પણ થઇ જતી હોય છે. ત્યારે હવે તેમના હનીમૂનની તસવીરો પણ વાયરલ થઇ રહી છે.

ત્યારે ઘણા લોકો સોશિયલ મીડિયા દ્વારા આ જોડીને ટ્રોલ કરવાનો પણ મોકો નથી છોડતા. આ દરમિયાન અભિનેત્રી મહાલક્ષ્મીએ પણ સોશિયલ મીડિયામાં લાઈવ આવી અને તેમને અપમાની ના કરવા વિશે પણ જણાવ્યું હતું. તેને કહ્યું હતું કે, “તમે અમને એટલા માટે ટ્રોલ કરો છો કે મારા પતિ જાડા છે, લોકો ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે. તેનાથી અમને બંનેને દુઃખ થાય છે.” તેને એમ પણ કહ્યું કે અમને એકલા છોડી દો.

ત્યારે હાલ સામે આવેલી તેમની હનીમૂનની તસ્વીરોમાં જોવા મળી રહ્યું છે કે આ કપલ એક પ્રાઇવેટ જેટ દ્વારા દુનિયાની વાતો અને લોકોને નજરઅંદાજ કરીને સેન્ટ્રલ અમેરિકાના બેલીઝ સિટીમાં સુંદર હનીમૂન મનાવવા માટે પહોંચી ગયા છે. આ બંને હોટલમાંથી પણ પોતાની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે.

તમને જણાવી દઈએ કે બંનેની મુલાકાત ‘વિદિયુમ વરઈ કથિરુ’ દરમિયાન થઈ હતી. અહીંથી બંનેની નિકટતા વધી. મહાલક્ષ્મી ‘વાણી રાની’, ‘ચેલ્લામય’, ‘ઓફિસ’, ‘અરસી’, ‘થિરુ મંગલમ’, ‘યામિરુક્કા બાયમેન’ અને કેલાડી કનમની જેવી સીરિયલ્સમાં જોવા મળી છે. ત્યાં રવિન્દ્ર ચંદ્રશેખરે ‘નાલનમ નંદિનિયમ’, ‘સુટ્ટા કઢાઈ’, ‘નત્પુના એન્નાનુ થેરીયુમા’ અને ‘મુરુંગકાઈ ચિપ્સ’ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે.

Niraj Patel