બ્લેક લુકમાં નજર આવ્યા આલિયા અને રણબીર, મોઢા પર દેખાઈ ઢગલાબંધ ખુશીઓ, જુઓ PHOTOS

હાલમાં જ પ્રસારિત થયેલી રણબીર અને આલિયાની મોટા બજેટની ફિલ્મ “બ્રહ્માસ્ત્ર” બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી રહી છે, કમાણીના મામલામાં પણ આ ફિલ્મ ખુબ જ આગળ નીકળતી હોવા મળી રહી છે. ત્યારે “બ્રહ્માસ્ત્ર”ની ટીમ આ દરમિયાન ખુશ થવાનો એક પણ ચાન્સ નથી છોડી રહી. ખાસ કરીને આલિયા અને રણબીરના ચહેરા ઉપર ફિલ્મની સફળતાની ખુશી સ્પષ્ટ જોવા મળે છે.

આલિયા હાલ તો પોતાની ગર્ભવસ્થાને એન્જોય કરી રહી છે, સાથે સાથે તે કામ પણ કરી રહી છે અને ફિલ્મની સફળતાની ઉજવણી પણ કરી રહી છે. બે દિવસ પહેલા જ આલિયા, રણબીર અને ડિરેક્ટર અયાન મુખર્જી અમદાવાદના મહેમાન બન્યા હતા. ત્યારે હાલ પણ તે બંનેને પેપરાજી દ્વારા મુંબઈમાં સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન આ કપલ ઓલ બ્લેક લુકમાં નજર આવી રહ્યું હતું અને ફિલ્મની સફળતાની ખુશી પણ તેમના ચહેરા ઉપર સ્પષ્ટ જોવા મળી રહી હતી.

આલિયા અને રણબીરની તસવીરો ક્લિક કરવાનો કોઈ મોકો પેપરાજી છોડવા માંગતા નથી. તાજેતરમાં, જ્યારે રણબીરની સાથે આલિયાએ ફોટોગ્રાફર્સને બહાર જોયા, ત્યારે તે થોડી આશ્ચર્યચકિત થઈ અને હસી પડી. બાદમાં તેણે રણબીર સાથે પોઝ આપ્યો હતો. આલિયા બહાર આવી ત્યારે હળવો વરસાદ પડી રહ્યો હતો. આવી સ્થિતિમાં, આલિયા કદાચ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી કારણ કે પેપરાજી વરસાદમાં પણ તેની રાહ જોઈ રહ્યા હતા.

આ દરમિયાન રણબીર પણ તેની સાથે હતો. રણબીર અને આલિયાએ પેપરાજીને નારાજ કર્યા ન હતા અને તેમના માટે એકસાથે પોઝ આપ્યા હતા. આ દરમિયાન ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના ડિરેક્ટર અયાન મુખર્જી પાછળ જોવા મળ્યો હતો. આલિયા અને રણબીર બંનેએ બ્લેક કલરના આઉટફિટ પહેર્યા હતા. જ્યાં આલિયાએ બ્લેક શર્ટ અને કાર્ગો પેન્ટ પહેર્યું હતું. તે જ સમયે, રણબીરે પણ બ્લેક કાર્ગો સાથે બ્લેક ટી-શર્ટ પહેરી હતી.

ફોટો ક્લિક થયા બાદ રણબીર પહેલા આલિયાને જવા દે છે અને પછી તેની સાથે જાય છે. તમને જણાવી દઈએ કે પહેલા પણ રણબીરને આ વાતને લઈને ટ્રોલ કરવામાં આવ્યો હતો કે તે આલિયાનું ધ્યાન રાખતો નથી અને તેની અવગણના કરે છે. કેટલાક યુઝર્સે કહ્યું કે રણબીરે ઓછામાં ઓછું આલિયાનો હાથ પકડવો જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel