સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ થઇ રહ્યું છે “મોદીજી કી બેટી” ટ્રેલર, પાકિસ્તાનનો ઉડી રહ્યો છે બરાબરનો મજાક, જુઓ

ભારતીય સિનેમાના ઇતિહાસમાં ઘણી બધી ફિલ્મો બની છે અને હજુ પણ ઘણી ફિલ્મો બની રહી છે. જેમાંથી ઘણી ફિલ્મો રિલીઝ થતા જ પહેલા વિવાદોમાં આવી જતી હોય છે. તો ઘણીવાર ફિલ્મના નામને લઈને પણ હોબાળો મચી જતો હોય છે. આ ઉપરાંત ઘણીવાર ફિલ્મ રિલીઝ થતા પહેલા જ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થવા લાગતી હોય છે. ત્યારે હાલ એવી જ એક ફિલ્મનું ટ્રેલર ખુબ જ ટ્રેન્ડ થઇ રહ્યું છે.

એક ફિલ્મ આવી રહી છે જેનું નામ છે “મોદીજી કી બેટી”. તેનું મોશન પોસ્ટર 16 સપ્ટેમ્બરે રિલીઝ થયું હતું અને ટ્રેલર સોમવારે રિલીઝ થયું હતું. આ એક કોમેડી ફિલ્મ છે, જે 14 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. એડી સિંહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં વિક્રમ કોચર, તરુણ ખન્ના, પીતોબશ ત્રિપાઠી અને અવની મોદી મુખ્ય ભૂમિકામાં છે. ત્યારે હવે આ ફિલ્મનું ટાઇટલ ખુબ જ ટ્રેન્ડ થઇ રહ્યું છે અને લોકો અલગ અલગ મીમ બનાવી રહ્યા છે.

ફિલ્મના મોશન પોસ્ટરે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જેમાં એક છોકરી બુરખો પહેરીને હાથ જોડીને ઊભી હતી. પાછળથી બંદૂકો ચાલી રહી છે અને તેની સામે ઘણા મીડિયા માઇક્સ રાખવામાં આવ્યા છે. હવે ટ્રેલરે ચાહકોની ઉત્તેજના વધારી દીધી છે. આ આગામી અભિનેત્રીની વાર્તા છે. તે મીડિયાનો શિકાર બને છે અને ઓવર સ્માર્ટ પત્રકાર દ્વારા સર્જાયેલા વિવાદમાં ફસાઈ જાય છે.

પત્રકાર તેને દેશના વડાપ્રધાનની પુત્રી કહે છે. આ પછી મીડિયાનું આખું ફોકસ હિરોઈન પર થઈ જાય છે. જે રાતોરાત સ્ટાર બની જાય છે. વાર્તાને વધુ રસપ્રદ બનાવવા માટે, બે મૂર્ખ આતંકવાદીઓ જેઓ પોતાને સક્ષમ સાબિત કરવા માટે નાયિકાનું અપહરણ કરે છે. તેઓ ફેક ન્યૂઝમાં વિશ્વાસ કરે છે અને હીરોઈનને પીએમ મોદીની પુત્રી માને છે.

આ બે મૂર્ખ આતંકવાદીઓ કસાબ જેવું મોટું નામ બનાવવા માંગે છે. આ પ્રયાસમાં, તેઓ યોજના બનાવે છે. તેમને ભારતના વડા પ્રધાન મોદીજીની દીકરી વિશે મીડિયા દ્વારા જાણવા મળે છે. આતંકવાદીઓ એક્ટ્રેસનું અપહરણ કરવાનો પ્લાન બનાવે છે. જેથી કરીને તે આખા ભારતને તેના ઇશારે નચાવી શકે અને ભારત પાસેથી કાશ્મીર માંગી શકે. પરંતુ આતંકવાદીઓનો પ્લાન પલટાયો. કસાબ બનવાના મામલામાં ખુદ આતંકવાદીઓનો જીવ મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

ફિલ્મનું ટ્રેલર રમુજી અને મનોરંજક છે. વાર્તામાં નવીનતા છે, તેથી તમે આ ફિલ્મ જોવાનું જોખમ લઈ શકો છો. કદાચ એટલે જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ચર્ચાનો વિષય બની ગયું છે. 2022માં ઘણી નાની-મોટી ફિલ્મો આવી. પરંતુ આમાંથી કેટલીક ફિલ્મોને જ બોક્સ ઓફિસ પર સફળતા મળી છે. બેક ટુ બેક ફ્લોપ ફિલ્મોનો સામનો કરી રહેલા બોલિવૂડને “બ્રહ્માસ્ત્રે” નવી આશા આપી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. હવે નાના બજેટની ફિલ્મ ‘મોદી જી કી બેટી’ બોક્સ ઓફિસ પર કેવો બિઝનેસ કરે છે, તે આગામી સમયમાં જ ખબર પડશે.

Niraj Patel