મનોરંજન

પીળા રંગના ઓવરસાઇઝ શર્ટમાં દેખાઈ થનારી મોમ આલિયા ભટ્ટ, પતિ રણબીર પર લૂંટાવ્યો પ્યાર

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ આ દિવસોમાં તેની લેટેસ્ટ રિલીઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રની સફળતાનો આનંદ માણી રહી છે. પ્રેગ્નેંસી દરમિયાન પણ અભિનેત્રીએ પોતાની ફિલ્મનું જોરદાર પ્રમોશન કર્યું હતું. જેનું ફળ હવે અભિનેત્રીને મળી રહ્યું છે. આ દરમિયાન અભિનેત્રી તાજેતરમાં કરણ જોહરની ઓફિસે પહોંચી હતી. જ્યાં એક્ટ્રેસ યલો ઓવરસાઈઝ શર્ટ પહેરેલી જોવા મળી હતી. આલિયાએ આ સાથે બ્લુ જીન્સ પણ કેરી કર્યુ હતુ. આ દરમિયાન આલિયા પોતાનો બેબી બમ્પ છુપાવી પોઝ આપતી જોવા મળી હતી. આલિયાની આઆ દરમિયાનની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

આ લુકમાં આલિયાના ચહેરા પર પ્રેગ્નેંસી ગ્લો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો હતો. જેમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી. જો કે,આ દરમિયાન કંઇક એવું થયુ હતુ કે, તેને લઇને કેટલાક લોકો રણબીરને ટ્રોલ પણ કરી રહ્યા છે. આલિયા રણબીરના વાળને હાથથી સરખા કરી રહી હતી અને ત્યારે રણબીર પાછળ પડતો જોવા મળ્યો હતો અને જાતે જ પોતાના વાળ સરખા કરવાનું શરૂ કર્યું હતુ. જો કે, આ મામલે કેટલાક લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું છે કે, હાથ પણ છોડતા નથી. જ્યારે બીજાએ લખ્યું, રણવીર સિંહ પાસેથી કંઈક શીખો.

એક યુઝરે લખ્યું કે, એવું લાગે છે કે તે તેને પ્રેમ નથી કરતો. કેટલીક એવી કમેન્ટ પણ હતી કે છોકરાઓ છોકરીઓને તેમના વાળને સ્પર્શ કરવા દેતા નથી. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. ગત એપ્રિલ મહિનામાં બંને લગ્નના બંધનમાં બંધાયા હતા. રણબીર-આલિયાના લગ્નમાં માત્ર નજીકના લોકોએ જ હાજરી આપી હતી. બંનેના લગ્ન રણબીરના મુંબઈ એપાર્ટમેન્ટમાં થયા હતા. જો કે, લગ્નના 2 મહિના બાદ જ આલિયાએ તેની પ્રેગ્નેંસીની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા.

જણાવી દઇએ કે, 9 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ આ વર્ષની બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંથી એક હતી. લોકો છેલ્લા ઘણા સમયથી અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ જેમ જેમ રિલીઝ ડેટ નજીક આવી, તેમ ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને ‘રક્ષા બંધન’ની જેમ ‘બ્રહ્માસ્ત્ર’ને લઈને સોશિયલ મીડિયા પર બોયકોટ ટ્રેન્ડ ચાલુ થઇ ગયો. ફિલ્મના પ્રારંભિક એડવાન્સ બુકિંગના આંકડાઓએ તહેલકો મચાવી દીધો હતો. બોયકોટની આ ફિલ્મ પર કોઇ અસર થઇ નહિ.

અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત અને રણબીર-આલિયા સ્ટારર આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ‘બ્રહ્માસ્ત્ર’ બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરી રહી છે, જેના કારણે ફિલ્મના નિર્માતા-નિર્દેશક સમગ્ર સ્ટારકાસ્ટ ખૂબ જ ખુશ છે. ‘બ્રહ્માસ્ત્ર’ની આખી ટીમ ઉજવણીના મૂડમાં છે કારણ કે ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મની સફળતાનો આનંદ માણવા માટે ફિલ્મ સાથે જોડાયેલા તમામ મોટા ચહેરાઓ મુંબઈમાં કરણ જોહરની ઓફિસે પહોંચ્યા હતા. જેમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર, નાગાર્જુન અને ડિરેક્ટર અયાન મુખર્જી સામેલ હતા.

બોક્સ ઓફિસ પર ફિલ્મની સફળતાની ખુશી દરેકના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. ‘બ્રહ્માસ્ત્ર’ની રીલિઝ પહેલા કરણ જોહરનું નામ ફિલ્મ સાથે જોડાવાને તેના માટે ખતરો માનવામાં આવતું હતું. કારણ કે કરણ જોહરને લઈને સોશિયલ મીડિયા યુઝર્સના દિલ અને દિમાગમાં જે ગુસ્સો છે તે કોઈનાથી છૂપો નથી. પરંતુ તેની ‘બ્રહ્માસ્ત્ર’ પર જરાય અસર ન થઈ. ફિલ્મની કમાણીની વાત કરીએ તો, આ ફિલ્મે પહેલા દિવસે જ શાનદાર ઓપનિંગ કરી હતી અને બે-ત્રણ દિવસમાં જ 100 કરોડનો આંકડો પણ પાર કરી લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)