પુષ્પાના “સામી-સામી” ગીત ઉપર એવું નાચી આ ટેણકી કે ખુદ રશ્મિકા મંદાનાએ કહ્યું કે ” મારે આ કયુટીને મળવું છે !” જુઓ

ફિલ્મ “પુષ્પા”એ ફક્ત ભારતમાં જ નહિ દુનિયાભરના ચાહકોમાં એક જબરદસ્ત ક્રેઝ પેદા કરી દીધો. આ ફિલ્મ આજે પણ દર્શકોમાં ખુબ જ લોકપ્રિય છે સાથે જ આ ફિલ્મના ગીતો અને ડાયલોગ પણ લોકો ખુબ પસંદ કરે છે.  તેના ઉપર આજે પણ સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો બનતા જોવા મળે છે અને તેમાં પણ ક્રિએટરોનો એક અલગ સ્વેગ પણ જોવા મળતો હોય છે. જેના વીડિયો વાયરલ પણ થઇ જતા હોય છે. હાલ એવો જ એક વીડિયો નાની ટેણકીનો પણ વાયરલ થઇ રહ્યો છે, જેને ખુદ ફિલ્મની અભિનેત્રી રશ્મિકા મંદાનાએ પણ એપ્રોચ કર્યો છે.

જ્યારે સ્કૂલ ડ્રેસમાં એક નાની છોકરીએ ‘સામી સામી’ ગીત પર ડાન્સ કર્યો, ત્યારે ઈન્ટરનેટ તેમજ અભિનેત્રી રશ્મિકા મંદાના પણ તેની ફેન બની ગઈ. તેણે તેના ટ્વિટર હેન્ડલથી ક્લિપ પણ શેર કરી અને આ નાની બાળકીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. તમને જણાવી દઈએ કે, આ પહેલા ‘શ્રીવલ્લી’ ગીત પર ડાન્સ કરતા બાળકો અને વૃદ્ધોના વીડિયો પણ ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થયા હતા.

અભિનેત્રી રશ્મિકા મંદાનાએ બુધવારે, 14 સપ્ટેમ્બરના રોજ બાળકીનો ડાન્સ વીડિયો શેર કર્યો અને લખ્યું  “મેડ માય ડે… હું આ ક્યૂટીને મળવા માંગુ છું… હું આ કેવી રીતે કરી શકું?” ઈન્ટરનેટના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર આ વીડિયો ખુબ જ જોવામાં આવી રહ્યો છે અને શેર પણ થઇ રહ્યો છે, અત્યાર સુધી લાખો લોકોએ આ વીડિયોને જોયો છે. સાથે જ ઘણા યુઝર્સે આના પર પોતાનો પ્રતિભાવ આપ્યો અને લખ્યું કે આ બાળકીએ તેમનો દિવસ પણ બનાવ્યો. અને હા, કેટલાક યુઝર્સે છોકરીના ડાન્સને પરફેક્ટ અને ક્યૂટ ગણાવ્યો છે.

આ વીડિયો 31 સેકન્ડનો છે. તે શાળાનો હોય તેવું લાગે છે. જોઈ શકાય છે કે ‘સામી-સામી’ ગીત જોરદાર અવાજમાં ચાલી રહ્યું છે. બાકીના બાળકો કૂદીને ડાન્સ કરે છે પરંતુ કેમેરાની સામે એક છોકરી, રશ્મિકા મંદાનાના સ્ટેપ્સ એટલી સુંદર રીતે કરે છે કે દર્શકો તેની પ્રશંસા કરતા રહે છે. હકીકતમાં, છોકરીના હાવભાવ ખૂબ જ સુંદર છે. જો કે આ વીડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો તે સ્પષ્ટ નથી.

Niraj Patel