ખુલ્લેઆમ બ્રા બતાવવા પર ઉડી બિગબોસ કંટેસ્ટેંટની મજાક, જાણો કેટલી છે આવી બ્રાની કિંમત

જે જેકેટને પહેરીને આ અભિનેત્રીએ બ્રા ફ્લોન્ટ કરી હતી, તેની કિંમત જાણીને આંખે અંધારા આવી જશે

ટીવીના પોપ્યુલર કોન્ટ્રોવર્શિયલ શો “બિગબોસ ઓટીટી”ની એલીમિનિટેડ કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ થોડા સમય પહેલા જ તેના એરપોર્ટ લુકને કારણે ચર્ચામાં આવી હતી. છેલ્લા દિવસોમાં તે એરપોર્ટ પર બ્રાલેટ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ઉર્ફીનો આ લુક જોઇ સોશિયલ મીડિયા પર તેની ખૂબ મજાક ઉડી હતી. લોકોએ ઉર્ફીના આઉટફિટ પર સવાલો ઊભી કરી અભદ્ર કમેન્ટ્સ પાસ કરી હતી.

ઉર્ફી એરપોર્ટ પર પિંક બ્રાલેટ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી અને આ સાથે તેણે જેકેટ કેરી કર્યુ હતુ. ઉર્ફીએ તેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે બ્રાલેટ પર તેનુ ડેનિમ જેકેટ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ઉર્ફીએ આ સાથે કેપ્શનમાં લખ્યુ છે કે, અત્યાર સુધીનો મારો સૌથી પોપ્યુલર આઉટફિટ. આગળ સ્વાઇપ કરો અને જાણો કે મેં આ કેમ પહેર્યો હતો.

ઉર્ફીએ આ સાથે ડિઝાઇનરને પણ ટેગ કર્યા છે. આજતક સાથેની વાતચીતમાં ડિઝાઇનરે જેકેટની કિંમત માત્ર 2300 રૂપિયા જણાવી હતી. મિડલ ક્લાસ માણસ પણ આ જેકેટને આરામથી અફોર્ડ કરી શકે છે. પોતાના આ ડેનિમ જેકેટ સાથે ઉર્ફી જાવેદે મેચિંગ જીન્સ કેરી કર્યુ હતુ. વાળને ખુલ્લા રાખ્યા હતા અને મેકઅપ કર્યો હતો.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં ઉર્ફીએ કહ્યુ હતુ કે, જો તેને પબ્લિસિટી જોઇતી હોત તો તે એરપોર્ટ પર કપડા વગર જ આવતી. ઉર્ફીએ આ વાત પર નારાજગી જતાવી કે લોકોએ તેના વિશે વાત કરવાની જગ્યાએ આઉટફિટ વિશે જ વાત કરી, મારા કપડાથી વધારે પણ હું છું. કેમ લોકો મારા વિશે વાત નથી કરતા.

ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર 1.5 મિલિયન ફોલોઅર્સ છે. તે તેની ગ્લેમરસ તસવીરો સાથે સાથે રીલ્સ અને વીડિયો પણ શેર કરે છે. પોતાની બોલ્ડ ઇમેજ માટે મશહૂર ઉર્ફી જાવેદ આ સિઝનની સૌથી હોટ કંટેસ્ટેંટ હતી. ઉર્ફીએ તેના કરિયરની શરૂઆત વર્ષ 2016માં ધારાવાહિક “બડે ભૈયા કી દુલ્હનિયા”થી કરી હતી.

બિગ બોસ ઓટીટીના ઘરથી પહેલા હપતે જ બહાર થઈ જનારી સ્પર્ધક ઉર્ફી આજકાલ હાલમાં ઘણી ચર્ચામાં દેખાઈ રહી છે. અભિનેત્રીએ હાલમાં જ બ્રાને ફ્લોન્ટ કરતી એરપોર્ટ ઉપર સ્પોટ થઈ હતી. ત્યારબાદ તે ખૂબ ટ્રોલ થઈ હતી. હવે ઉર્ફી પાછી ટ્રોલ થઈ રહી છે અને તેનું કારણ છે જાવેદ અખ્તર સાથે તેનુ કનેક્શન જોડવામાં આવ્યું છે.

તેને ટ્રોલ કરતાં સોશિયલ મીડિયા યુઝર્સે જાવેદ અખ્તરને પણ ઘેરી લીધા છે. ઈન્ટરેનેટ પર લોકો જાવેદ અખ્તરને ઉર્ફી જાવેદના દાદા કહી રહ્યા છે. જોકે, બધાને ખબર જ છે કે આ સમાચાર અસલી નથી. પણ તેમ છતાં કેટલાક લોકો તેને અતિશયોક્તિથી વધારી ચઢાવીને વાયરલ કરી રહ્યા છે. એક ઈન્ટરવ્યૂમાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે આ ખૂબ જ ફની કહેવાય કારણકે લોકો મને જાવેદ અખ્તર સાથે જોડી રહ્યા છે.

કારણ કે મારું નામને છેલ્લે જાવેદ આવે છે. દરમિયાન, હવે જાવેદ અખ્તરની પત્ની શબાના આઝમીએ આ બાબતની સત્યતા જણાવી છે અને લોકોની ગેરસમજને દૂર કરી દીધી છે, જેઓ જાવેદ અખ્તરને જાવેદના દાદા કહી રહ્યા હતા.

મિત્રો તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદની ઉમર ફક્ત ૨૪ વર્ષ છે અને ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ ધરાવે છે. તેણીને ‘મેરી દુર્ગા’ની આરતી,’ બડે ભૈયા કી દુલ્હનિયા’માં અવની, ‘બેપનાહ’માં બેલા અને’ પંચ બીટ સીઝન 2’માં મીરાનું પાત્ર ભજવીને વધુ ઓળખ મેળવી હતી.

પછી તેણે Bigg Boss ઓટીટી ૨૦૨૧ માં એન્ટ્રી લીધી, પરંતુ તે અહીં લમ્બો સમય ટકી શકી નહીં. તેને પહેલા અઠવાડિયામાં જ શોમાંથી બહાર થવું પડ્યું હતું, જેના કારણે તે ખૂબ જ દુઃખી હતી. ઉર્ફી એક સપ્તાહથી બિગ બોસના ઓટીટી ઘરમાં રહ્યા પછી ઘણી ચર્ચામાં છે. તે ઘણીવાર બોલ્ડ ફોટા અને વીડિયો શેર કરે છે, જેમાં ચાહકો તેની મોહક સ્ટાઈલ જોઈને ખુશ થાય છે.

ટેલિવિઝન અભિનેત્રી ઉર્ફી જાવેદનું કહેવું છે કે જ્યારે તેણની તસવીરો એક સાઈટ પર અપલોડ કરવામાં આવી ત્યારે તેને પરિવારનો સહારો પણ મળ્યો ન હતો. તેણે કહ્યું તે સમયે મને દોષિત માનવામાં આવી હતી અને લોકોએ વિચાર્યું કે હું ગુપ્ત રીતે સ્ટાર છું. ઉર્ફીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વાતો કહી છે.

તેણે કહ્યું કે આ ઘટના બાદ મારા પિતાએ મને માનસિક અને શારીરિ ત્રાસ આપ્યો હતો. સંબંધીઓ મારું બેંક ખાતું તપાસવા માંગતા હતા જેથી છુપાયેલા પૈસા શોધી શકાય. ઉર્ફી જાવેદ તાજેતરમાં ‘બિગબોસ’ ઓટીટીમાંથી બહાર થઈ ગઈ છે.

Shah Jina