મનોરંજન

ગોવા બીચ પર એવા કપડા પહેરી ફરવા નીકળી ઉર્ફી જાવેદ કે લોકો પણ બોલી ઉઠ્યા- તારો પણ જવાબ નથી ! જુઓ વીડિયો

બિકિની, મોનોકિની છોડી બીચ કિનારે ઉર્ફી જાવેદે પહેર્યા એવા કપડા કે લોકોને નથી થઇ રહ્યો પોતાની આંખો પર વિશ્વાસ

પોતાની ડ્રેસિંગ સેન્સ અને આઉટફિટ સિલેક્શનને લઇને હંમેશા ચર્ચામાં રહેનારી ઉર્ફી જાવેદ ફરી એકવાર લાઇમલાઇટમાં આવી ગઇ છે. ટૂંકા અને ઘણા નાના કપડા પહેરવાને લઇને ઘણીવાર ટ્રોલ થનારી ઉર્ફીે આ વખતે એવું પહેર્યુ કે લોકો ચોંકી ગયા. ઉર્ફી જાવેદની ફેશન સેન્સ વિશે કહેવુ જ શું ? તે ક્યારે, ક્યાં અને શું પહેરીને જોવા મળશે તે કોઈ વિચારી પણ શકતું નથી. પોતાના કલરફુલ અને બોલ્ડ કપડાઓને કારણે ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદે ફરી એકવાર પોતાના લુકથી લોકોને ચોંકાવી દીધા છે.

રિવીલિંગ ડ્રેસમાં લોકોના હોંશ ઉડાવી દેનાર ઉર્ફી જાવેદ બીચ પર એવો આઉટફિટ પહેરીને જોવા મળી હતી, જેને જોઈને તમે પણ કહેશો કે માત્ર ઉર્ફી જ આ કારનામું કરી શકે છે. ઉર્ફી જાવેદે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ઉર્ફી બીચ પર સંસ્કારી અવતારમાં જોવા મળી રહી છે. એક તરફ ત્યાં હાજર લોકો બિકીમાં બીચની મજા માણે છે,

તો બીજી તરફ ઉર્ફી જાવેદ ફુલ સ્લીવ સલવાર સૂટ અને દુપટ્ટા સાથે પોતાના સંસ્કારી લુકથી લોકોને આશ્ચર્યમાં મૂકી રહી છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “સમાંતર દુનિયામાં ઉર્ફી જાવેદ.” ઉર્ફી જાવેદનો આ લુક જોઈને ચાહકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે, “જયાં બિકી પહેરવી જોઈએ, ત્યાં સલવાર સૂટ પહેરીને ફરે છે. એક યુઝરે લખ્યું કે, “સલવાર કમીઝ જ્યાં પહેરવાના છે, ત્યાં પહેરો.”

કેટલાક કોમેન્ટ કરી રહ્યા છે કે આજે તે સ્ટાઇલિશ કપડા પહેરીને આવી છે. જ્યારે બીજાએ લખ્યું, ‘આજે સૂરજ ક્યાંથી આવ્યો છે? હું સપનું જોઈ રહ્યો છુ કે આ વાસ્તવિકતા છે’, લોકો ઉર્ફીને આ અવતારમાં જોઈને પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. ઉર્ફી જાવેદના આ લુકની લોકો મજાક ઉડાવી રહ્યા છે. ઉર્ફી જાવેદને તેના બોલ્ડ લુકના કારણે ઘણીવાર ટીકાઓનો સામનો કરવો પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

તેના પર ઘણી વખત FIR નોંધવામાં આવી છે. ભૂતકાળમાં પણ ઉર્ફી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ અંગે અભિનેત્રીએ ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો. ઉર્ફીએ કહ્યું હતું કે લોકોને તેના કપડાને લઈને સમસ્યા છે, પરંતુ હત્યા અને બરાત્કાર કરનારાઓથી કોઈ સમસ્યા નથી.