‘ભારતનું નામ ખરાબ કરી રહી છે…’ ઉર્ફી જાવેદ પર આ વ્યક્તિએ કરી કમેન્ટ તો અભિનેત્રી બોલી- “તારા બાપનું….”
Urfi Javed Fight: ‘બિગ બોસ ઓટીટી સીઝન 1’ ફેમ ઉર્ફી જાવેદ તેના અસામાન્ય અને વિચિત્ર કપડાંને કારણે ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે.ઉર્ફીના કપડાં હંમેશા એવા હોય છે કે તેને જોઈને લોકોનું મન મૂંઝાઈ જાય છે. જો કે, હાલમાં જ તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. પરંતુ પછી તેની સાથે કંઈક એવું બન્યું, જેના વિશે તેણે વિચાર્યું પણ નહીં હોય. તેને જોઈને એક વ્યક્તિએ એવી કમેન્ટ કરી કે અભિનેત્રી ગુસ્સાથી લાલ-પીળી થઈ ગઈ અને તેણે તે વ્યક્તિને વળતો જવાબ પણ આપ્યો.
વ્યક્તિએ ઉર્ફીના મોઢા પર કહ્યુ એવું કે લાલચોળ થઇ ગઇ અભિનેત્રી
ઉર્ફીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને સેલિબ્રિટી પેપરાજી વિરલ ભાયાણીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ક્લિપમાં એક વ્યક્તિ કહી રહ્યો છે, ‘અલાઉડ નહીં હૈ ઈન્ડિયા મેં ઐસા કપડા. ઇન્ડિયા કા નામ બિગાડ રહી હે. પોતાના વિશે આ વાતો સાંભળીને ઉર્ફી જાવેદ તરત જ ગુસ્સે થઈ ગઇ અને તે બોલી તારા બાપનું શું જાય છે, જા તારું કામ કર.’ ઘણા યુઝર્સે તે વ્યક્તિને સપોર્ટ કર્યો તો ઘણાએ ઉર્ફીને કર્યો.
યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા
એકે લખ્યું, ‘ચાલો, તેના મોઢા પર તો કોઈ બોલ્યું.’ બીજાએ લખ્યું, ‘કાકાને સલામ. તે ભીડ વચ્ચે એકલો બોલ્યો અને બાકીના બધા મૌન હતા. કમ સે કમ કોઈની તો મોઢા પર બોલવાની હિંમત છે. આ દરમિયાન અભિનેત્રીએ બ્રા પહેર્યા વિના પાછળ અને બાજુથી એવો ખુલ્લો ડ્રેસ પહેર્યો હતો કે બધું કેમેરામાં કેદ થઈ રહ્યું હતું. ઉર્ફી આ એક્સપોઝિંગ ડ્રેસ પહેરીને એરપોર્ટ પર આવી કે તરત જ તેને જોવા લોકોની ભીડ લાગી ગઈ.
પહેલા એક નશામાં ધૂત વ્યક્તિએ ઉર્ફી સાથે કર્યુ હતુ ગેરવર્તન
જો કે, ઉર્ફી અને તે વ્યક્તિ વચ્ચે મામલો એટલો વધી ગયો કે એક છોકરી બચાવમાં આવી. આ છોકરીને જોઈને લાગે છે કે તે ઉર્ફી જાવેદની ટીમની સભ્ય છે. આ પહેલા, ઉર્ફી જાવેદે એક વિડિયો શેર કરીને ખુલાસો કર્યો હતો કે ફ્લાઇટમાં તેને હેરાન કરવામાં આવી હતી. ઉર્ફી મુંબઈથી ગોવા જઈ રહી હતી ત્યારે ફ્લાઈટમાં બેઠેલા એક નશામાં ધૂત વ્યક્તિએ તેની સાથે ગેરવર્તન કરવાનું શરૂ કર્યું.
View this post on Instagram