બસ હવે આજ જોવાનું બાકી હતું… આ ભાઈએ ગુટખા અને પાસપાસ નાખીને બનાવ્યો આઈસ્ક્રીમ, જોઈને બગડ્યા લોકો, જુઓ વીડિયો

આ વીડિયો જોઈને તમારું પણ મગજ છટકવાનું છે, તવા આઈસ્ક્રીમ વાળાએ પહેલા નાખી રજનીગંધા અને પછી નાખી પાસપાસ, પછી બનાવ્યો એવો આઈસ્ક્રીમ કે… જુઓ વીડિયો

Ice Cream With Pan Masala : સોશિયલ મીડિયામાં ખાણીપીણીને લગતા ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર કેટલીક એવી વાનગીઓ જોવા મળે છે જેને જોઈને આપનો પિત્તો પણ જાય. ઘણા લોકો પરંપરાગત વાનગીઓ સાથે છેડછાડ કરતા હોય છે અને પછી એવી વસ્તુઓ બનાવે છે કે જોઈને જ મગજ છટકે. ત્યારે હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ભાઈ રજનીગંધા અને પાસપાસથી આઈસ્ક્રીમ બનાવે છે.

ગજબની આઈસ્ક્રીમ :

આવી જ એક રીલ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે, જેમાં એક વ્યક્તિ આઈસ્ક્રીમ બનાવ્યા બાદ દૂધમાં રજનીગંધા પાન મસાલો સર્વ કરી રહ્યો છે. તેનો સ્વાદ કેવો હશે? તેની કલ્પના કરવી પણ ગુનાથી ઓછી નથી.  આ વિડિયો 19 જુલાઈના રોજ ઈન્સ્ટાગ્રામ પેજ @yunickviralvlogs પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર થઈ રહ્યો છે. આ ક્લિપને પોસ્ટ કરતાં લખ્યું હતુ “દુનિયાનો અંત નજીક છે, ગુટખા આઈસ્ક્રીમ કંઈપણ….”

રજનીગંધા અને પાસપાસ નાખી :

આ વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પહેલા ‘રજનીગંધા પાન મસાલા’નું પેકેટ ખોલે છે અને તેને આઈસ્ક્રીમ મેકરની પ્લેટમાં નાખે છે. આ પછી તેમાં ‘પાસ-પાસ’ બ્રાન્ડનું માઉથ ફ્રેશનર મિક્સ કરવામાં આવે છે. પછી અંતે એક કપ દૂધ ઉમેરે છે અને ત્રણેય વસ્તુઓને ત્યાં સુધી મિક્સ કરે છે જ્યાં સુધી તે આઈસ્ક્રીમની જેમ જામી ન જાય. અને હા, જ્યારે ‘ગુટખા આઈસ્ક્રીમ’ તૈયાર થાય છે, ત્યારે વ્યક્તિ તેને ઉપર કારામેલ નાખીને સર્વ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by YouNick Viral (@younickviralvlogs)

લોકોના રિએક્શન જુઓ :

આ વિચિત્ર કોમ્બિનેશન જોયા પછી જનતાનો પહેલો સવાલ એ થાય છે કે તેને ગળી જવું કે થૂંકવું. તે જ સમયે કેટલાક યુઝર્સે કહ્યું કે અજય દેવગન આ ભાઈનું લોકેશન પૂછી રહ્યો છે. જ્યારે એક વ્યક્તિએ કહ્યું કે ભાઈ થોડી તમાકુ મૂકી હોત તો મજા આવી હોત. અન્ય એક યુઝરે લખ્યું કે તમાકુથી ગાર્નિશિંગ કરવાનું હતું. એ જ રીતે અન્ય યુઝર્સે તેને દુનિયાનો અંત ગણાવ્યો હતો અને કેટલાકે માંગ કરી હતી કે આવા દુકાનદારો પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

Niraj Patel