નહિ બને ટીપુ સુલતાન પર ફિલ્મ, ધમકીઓથી પરેશાન પ્રોડ્યુસર બોલ્યા- મારા પરિવારને ગાળો ના આપો

ટીપુ સુલતાન પર નહિ બને ફિલ્મ, ધમકીઓ મળ્યા બાદ નિર્માતાઓએ લીધો મોટો નિર્ણય

બોલિવૂડ ફિલ્મોનું બીજું નામ કોન્ટ્રોવર્સી બની ગયું છે. એવું ભાગ્યે જ બને કે કોઈ વ્યક્તિ વિવાદોમાં ના ફસાય. હાલમાં જ વિવાદોના કારણે એક ફિલ્મ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ. આ ફિલ્મનું નામ ‘ટીપુ’ હતું અને તે ટીપુ સુલતાન પર આધારિત હતી. આ ફિલ્મનું મોશન પોસ્ટર આ વર્ષે મે મહિનામાં રિલીઝ થયું હતું. ત્યારથી આ ફિલ્મ સાથે જોડાયેલા લોકોને અશ્લીલ વાતો કહેવામાં આવી રહી છે. હાલમાં જ ફિલ્મને બંધ કરવાની જાહેરાત કરતા નિર્માતા સંદીપ સિંહે ધમકીઓ અને દુર્વ્યવહાર કરનારાઓને એક સંદેશ આપ્યો છે.

સોશિયલ મીડિયામાં ફિલ્મના બંધ કરવાની જાહેરાત કરી
સંદીપ સિંહે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા ફિલ્મ બંધ કરવાની જાહેરાત કરી છે. તેણે કહ્યું કે હઝરત ટીપુ સુલતાન પર ફિલ્મ નહીં બને. હું મારા ભાઈઓ અને બહેનોને વિનંતી કરું છું કે હવે મારા મિત્રો અને મારા પરિવાર સાથે દુર્વ્યવહાર કરવાનું અને ધમકીઓ આપવાનું બંધ કરો. જો મારાથી અજાણતામાં કોઈની ધાર્મિક લાગણી દુભાઈ હોય તો તેના માટે હું માફી માંગુ છું. આ કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો, હું દરેક ધર્મનું સન્માન કરવામાં માનું છું.

‘ટીપુ’નું પોસ્ટર સંદીપ સિંહે શેર કર્યું હતુ
ભારતીયો તરીકે, આપણે સંગઠિત રહેવું જોઈએ અને એકબીજાનું સન્માન કરવું જોઈએ. જણાવી દઈએ કે ‘ટીપુ’નું પોસ્ટર સંદીપ સિંહે શેર કર્યું હતું. ટીપુ સુલતાનનું પાત્ર ભજવનાર અભિનેતાનો ચહેરો કાળો કરવામાં આવ્યો હતો અને તેની સાથે એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે ટીપુ સુલતાનના શાસન દરમિયાન બળજબરીથી ધર્મ પરિવર્તન, ધાર્મિક સ્થળોનો વિનાશ જેવી અનેક ઘટનાઓ બની હતી.

ભારે વિરોધ બાદ ફિલ્મ ‘ટીપુ’ને પડતી મૂકવામાં આવી
બાલ ઠાકરે, વીર સાવરકર, અટલ બિહારી વાજપેયી અને પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિક બનાવનાર સંદીપ સિંહ ઉપરાંત ઈરોઝ ઈન્ટરનેશનલ અને રશ્મિ શર્મા એક સાથે ફિલ્મ બનાવી રહ્યા હતા. જેનું ટાઈટલ અને ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ હિન્દી, તમિલ, કન્નડ, તેલુગુ અને મલયાલમમાં રિલીઝ થઈ રહી હતી. પવન શર્મા આ ફિલ્મનું નિર્દેશન કરવાના હતા, પરંતુ હવે લોકોના ભારે વિરોધ બાદ ફિલ્મ ‘ટીપુ’ને પડતી મૂકવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Sandeep Singh (@officialsandipssingh)

Shah Jina