હે ભગવાન….ફૂલ કેવી કોમળ દીકરીનો જીવ ગયો- આખી ઘટના જાણીને સ્કૂલને ફટકાર લગાવશો
કોરોના કાળની અંદર સ્કૂલોનું શિક્ષણ બંધ થયું હતું, તો ઘણા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પણ દેવામાં આવ્યું છે. એવામાં સ્કૂલો પોતાની ફીને લઈને કડક પણ બનતા જોવા મળી રહ્યા છે, ઘણી એવી ઘટનાઓ સામે આવી છે કે સ્કૂલ ફીને લઈને શાળા કોલેજના શિક્ષકો અને ટ્રસ્ટીઓ વાલીઓ ઉપર દબાણ કરતા હોય છે અને આડકતરી રીતે વિદ્યાર્થીઓને હેરાન પણ કરતા હોય છે.

પરંતુ હાલ જે ઘટના સામે આવી છે તે હૃદય કંપાવી દેનારી છે. એક માસુમ બાળકી તેની સ્કૂલની ફી ના ભરી શકી તો પ્રિન્સિપાલ તેની સાથે ખુબ જ ઝઘડ્યા અને તેના આઘાતમાં જ બાળકીનો રડી રડીને જીવ ચાલ્યો ગયો હતો, જેના મોતથી આખો પરિવાર પણ આઘાતમાં આવી ગયો છે.
આ ઘટના બની છે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં. જ્યાં હાઈસ્કૂલમાં અભ્યાસ કરી રહેલી સ્મૃતિ અવસ્થી સરસ્વતી વિદ્યા મંદિરમાં ફી માફીનો પ્રાર્થના પત્ર લઈને પ્રિન્સિપાલ સત્યેન્દ્ર શુકલા પાસે ગઈ હતી. તો તેમને એ પત્ર સ્વીકાર કરવાની ના પાડી દીધી. તેમના ઉપર આરોપ છે કે પ્રિન્સિપાલે તેને સાર્વજનિક રૂપે બેઈજ્જત કરીને ભગાડી દીધી.
આ ઘટનાથી આઘાત પામેલી વિદ્યાર્થીની રડતા રડતા જ ઘરે પહોંચી અને વધારે રડવાના કારણે તે બેભાન પણ થઇ ગઈ. પરિવારજનો તેને હોસ્પિટલ લઈને ગયા પરંતુ ત્યાં ડોકટરે તેને મૃત જાહેર કરી દીધી. પોલીસને આ બાબતે સૂચના મળવા ઉપર શબને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી તીધું છે અને તપાસ કરી રહી છે.
મૃતકની ઉંમર 13 વર્ષની હતી અને તે સરસ્વતી વિદ્યામંદિરની હાઈસ્કૂલની વિધાર્થીની હતી. તેના પિતાએ સ્કૂલના આચાર્ય અને પ્રબંધક વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને કાર્યવાહી કરવાની માંગણી કરી છે. દીકરીના પિતાની ફરિયાદના આધારે પોલીસે આચાર્ય સત્યેન્દ્ર શુક્લ ઉપર કેસ દાખલ કરી અને તપાસ પણ શરૂ કરી દીધી છે.