ઇલેક્ટ્રિક સ્કૂટરના આ વિચિત્ર હોર્ને ઉડાવ્યા લોકોના હોંશ, રસ્તા પર નીકળતા જ નીકળ્યો એવો સાઉન્ડ કે લોકો બોલ્યા.. “હજુ એકવાર વગાડો…” જુઓ વીડિયો

વરસાદમાં સ્કૂટર લઈને નીકળ્યો યુવક અને એવો હોર્ન વગાડ્યો કે લોકો પણ જોતા જ રહી ગયા, વાયરલ થઇ ગયો વીડિયો, તમે પણ જુઓ

Unique audio of scooter horn : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જે હેરાન કરી દેતી હોય છે. તો ઘણા વીડિયો આપણને પેટ પકડીને હસાવવા માટે પણ મજબુર કરતા હોય છે. ઘણીવાર તમે સોશિયલ મીડિયામાં ટ્રકના હોર્નના વીડિયોના વીડિયો વાયરલ થયા હતા, જેના પર લોકો ડાન્સ કરતા પણ જોવા મળે છે. ત્યારે હાલ એક ઇલેક્ટ્રિક સ્કૂટરના હોર્નનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે.

અલગ પ્રકારનો હોર્ન :

તમે બધા જાણો છો કે બાઇકના હોર્નમાં બહુ વેરાયટી નથી આવતી.હા એ વાત અલગ છે કે ક્યારેક તમને કેટલાક અનોખા હોર્ન સાંભળવા મળે છે, જે લોકોનું ધ્યાન ખૂબ જ ઝડપથી પોતાની તરફ ખેંચે છે. આવું જ એક સ્કૂટર હોર્ન હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. એક ટ્વિટર યુઝરે ખાસ હોર્ન સાથે ઇલેક્ટ્રિક સ્કૂટરનો વિડિયો શેર કર્યો છે જેમાં લખ્યું છે કે “જલદી યહાઁ સે નીકળો”, જેનું ભાષાંતર છે “જલ્દી અહિયાંથી નીકળી જાઓ”.

લોકોને લાગ્યું વિચિત્ર :

ઓડિયોનો આ ભાગ રોહિત સિંઘના એક વીડિયોમાંથી લેવામાં આવ્યો છે, જે એક સ્થાનિક મેચ દરમિયાન તેની ક્રિકેટ કોમેન્ટ્રીનો એક ભાગ વાયરલ થયા બાદ લોકપ્રિય બન્યો હતો અને તે એક મીમ બની ગયો હતો. બાઇકના અનોખા હોર્નની ક્લિપ શેર કરતા, @dakuwithchakuએ લખ્યું, “જો તમારી પાસે ઇલેક્ટ્રિક વાહન છે, તો આ તમારું હોર્ન હોવું જોઈએ.” જ્યારે ઘણાને બાઇકનું હોર્ન વિચિત્ર લાગ્યું, તો કેટલાકને તે વિચલિત કરનારું અને તેથી જોખમી લાગ્યું.

કોઈએ કહ્યું જોખમી :

એક ટ્વિટર યુઝરે ટિપ્પણી કરી, “મને આ વિડિયો ગમે છે. મને લાગે છે કે તે એટલું સરસ છે કે લોકો હસે છે અને તે તેના વિશે સૌથી સારી બાબત છે.” અન્ય વપરાશકર્તાએ કહ્યું, “તે રમુજી છે.” પરંતુ, અન્ય યુઝરે લખ્યું, “તેમની સામે પગલાં લેવા જોઈએ અને @OlaElectric કૃપા કરીને આ સુવિધાની સમીક્ષા કરો કારણ કે મેં ઘણા લોકોને Ola ઇલેક્ટ્રિક વાહનોમાં આ સુવિધાનો દુરુપયોગ કરતા જોયા છે”.

Niraj Patel