OMG! પાણીની અંદર બનેલી આ હોટલોનો નજારો જોઈને તમારા હોંશ ઉડી જશે

સમુદ્રની દુનિયા જ નિરાળી છે. તેમા વિવિધ પ્રકારની સજીવ સૃષ્ટી વસવાટ કરે છે તો અનેક પ્રકારના રત્નો પણ મળી આવે છે. વિશ્વમાં કેટલાક સમુદ્ર તો એવા પણ છે જેમા સ્વિમિંગ કરી શકાતું નથી. પરંતુ આ બધાની વચ્ચે આજે અમે તમને કેટલીક એવી આલિશાન હોટલો વિશે જણાવીશું જે સમુદ્રની અંદર બનેલી છે. આ અંડર વોટર લ્હાવો લેવો દરેક માટે સપના સમાન છે.

1.રિઝોર્ટ વર્લ્ડ સેંટોસો(સિંગાપુર) : રિઝોર્ટ વર્લ્ડ સિંગાપુર કિનારાથી થોડા દુર સેંટોસા દ્વીપ પર આવેલ છે. અહીં રહેલા માટે 11 ટૂ સ્ટોરી લોંજ છે. આ ઉપરાંત હોટેલના નિેચેના ભાગમાં અંદાજે 4,00,000 માછલીઓથી ભરેલું એક્વેરિયમ છે. આ હોટલમાં તમને આખી રાત પાણી અને ખુલ્લા આકાશની નીચે રહેવાનો આનંદ મળે છે.

2.હવાફેન ફુશી(માલદિવ) : આમ તો માલદીવમાં ફરવા માટે અનેક સારી જગ્યાઓ છે. પરંતુ જો તમે કોઈ અલગ જગ્યા પર ફરવાનું વિચારી રહ્યા હોય તો તમે હવાફેન ફુશીમાં જઈ શકો છો. ભલે તે પાણીની અંદર નથી બનેલી પરંતુ હિંદ મહસાગર સ્થિત આ આકર્ષિત ઓરડામાં તમને કોઈ બીજી જ દુનિયામાં ફરતા હોય તેવો આનંદ મળશે. આ ઉપરાંત અહીં બનેલા સ્પામાં તમે અંદાજે 25 ફૂટ ઉંડા જઈ શકો છો.

3.રીફસૂટ્સ, વિટસંડે આઈલેન્ડ(ઓસ્ટ્રેલિયા): વિટસંડે આઈલેન્ડ ઓસ્ટ્રેલિયામાં બનેલ એક આકર્ષક જગ્યા છે. અહીં તમે વિના રીફસૂટ્સ અંડરવોટર ચેમ્બરમાં રોકવાનો આનંદ મેળવી શકો છો. અહીં જવા માટે ક્વીંસલેન્ડથી 46 માઈલના અંતરે એક પોંટુન હોળીથી શીલાઓ સુધી પહોંચવું પડે છે. ત્યારબાદ અહીં જમીનથી છત સુધી બનેલ મોટી બારીઓ વાળા પ્રાઈવેટ રૂમ છે. આ રૂમની બહાર તરતી મોટી માછલીઓનો નજારો જોવો અત્યંત રોમાંચકારી છે.

4.એટલાન્ટિસ, ધ પામ(દુબઈ): તમે દુબઈના એટલાન્ટિસમાં ધ પામ નામના રિસોર્ટમાં સમુદ્રી જીવોને તરતા જોઈ શકો છો. અહીં જમીનથી છત સુધી બનેલી બારીઓવાળું એક્લેરિયમ છે. આ શાનદાર હોટલમાં અંદાજે 65 હજાર સમુદ્રી જીવો રહે છે. અહીં આવતા દરેક પ્રવાસીને પહેલા 30 મિનિટ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે. આ ઉપરાંત તેનો ડાઈનિંગ હોલ 24 કલાક ખુલો રહે છે. તેથી તમે કોઈપણ સમયે અહીં ફરી શકો છો.

5.ઉટર ઈન, અસ્તેરાસ(સ્વીડન): જો તમે પાણીમાં તરવાનો અનુભવ કરવા માગો છો તો તમારા માટે સ્વિડન જવું બેસ્ટ રહેશે. સ્વિડનના સ્ટોક હોમની પાસે માલારોન લેક પર તરતુ એક સુંદર સિંગલ અંડર વોટર ચેમ્બર છે. તેની વિશેષતા એ છે કે અન્ય અંડર વોટર હોટેલ જેટલું ભવ્ય નથી, પરંતુ બેડ, ટેબલ અને અન્ય જરૂરિયાતની વસ્તુઓની સુવિધાને કારણે એક રોમેન્ટિક પ્રાઈવેટ સ્પેસ માનવામાં આવે છે. આ અંડરવોટર રૂમમાં દરેક બાજુએ બારીઓ હોવાથી તમે બધી દિશાઓનો નજારો જોઈ શકો છો. આ ઉપરાંત તમે અંહી લાકડાની બનેલી છત પર સુતા સુતા સન બાથનો આનંદ માણી શકો છો.

YC