આ લે લે…..ગંજી પહેરીને કાકા નીકળી પડ્યા રોડ પર, લોકોએ ખુબ મજા લીધી, જુઓ
કેટલીકવાર ક્યાંક જતા સમયે રસ્તા પર કંઈક અનોખું નજરે પડી જાય છે. કેટલાક લોકો તેને જોઈને આગળ વધી જાય છે તો ઘણા બધા લોકો તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જોવા મળે છે જેને પછી ઈન્ટરનેટની જનતા પણ જુએ છે. જે વીડિયો સૌથી વધુ અનોખો હોય છે, તે વાયરલ થઈ જાય છે.

હાલમાં પણ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં રસ્તા પર એક ચાચા દેખાય છે, જે ખૂબ જ અનોખા કપડાંમાં ક્યાંક જઈ રહ્યા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ચાચાએ ટ્રાફિકના નિયમનું પાલન કર્યું છે. તેઓ હેલ્મેટ પહેરીને ટુ વ્હીલર ચલાવી રહ્યા છે. હવે એ અલગ વાત છે કે તેમના શરીર પર કપડાં થોડા ઓછા છે.

ચાચા માત્ર બનિયાન અને કચ્છામાં જ ટુ વ્હીલર ચલાવીને આગળ જઈ રહ્યા છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર vikki_chaudhaary નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો પોસ્ટ કરતા સમયે કેપ્શનમાં લખ્યું છે, ‘હેલ્મેટ છે ભાઈ.’ વીડિયો જોયા બાદ લોકોએ ભરપૂર હાસ્યની ઈમોજી શેર કરી છે. વીડિયો જોયા બાદ એક યુઝરે ટિપ્પણી કરતાં લખ્યું- કપડાં વરસાદના કારણે સ્કૂટીમાં મૂકી દીધા હશે.
View this post on Instagram
