અરે બાપ રે… પૈસા અને દાગીના ભરેલી તિજોરીમાં કોબ્રા, પછી જે થયું એ તમને હેરાન કરી દેશે!

તમે પૈસા લેવા માટે તિજોરી ખોલો અને તમને પૈસા તો મળે પણ સાથે ઝેરી અને ખતરનાક કોબ્રાના પણ દર્શન થઇ જાય તો.. ગભરાઈ જશોને કે હવે શું કરવું. બસ એવું જ થયું છે એક વ્યક્તિ સાથે જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ઝેરી અને જોખમી કોબ્રા સાપ પૈસા અને દાગીનાથી ભરેલી તિજોરીમાં ઘૂસી જાય છે. આ દ્રશ્ય એટલું ભયાનક છે કે, તેને જોઈ રહેલા લોકો ડરી ગયા હતા. ત્યારે હવે, લોકો વિચારી રહ્યા છે કે, આ કોબ્રા તાળું લાગેલી તિજોરીમાં કેવી રીતે પ્રવેશ કરી શક્યો.

ઉપર ફોટામાં, તમે લોખંડની તિજોરીમાં કોબ્રા વીંટળાયેલો જોઈ શકો છો. તિજોરીમાં મોટી માત્રામાં પૈસા અને દાગીના છે, અને સાપ તેના પર પોતાનો ફણ ફેલાવીને ફરતો દેખાય છે. જ્યારે કોઈ અંદર પહોંચવાનો પ્રયાસ કરે છે, ત્યારે કોબ્રા ફૂત્કારા કરે છે અને હુમલો કરે છે. તેના અટેક  એટલા જોખમી હતા કે જોનારા પણ ગભરાઈ ગયા. આવી તિજોરીમાં ઝેરી સાપ ઘૂસતો જોવો એ કોઈ ખરાબ સપનાથી ઓછું નથી. જ્યારે બાથરૂમ કે બેડરૂમમાં સાપ ઘૂસતા જોવા મળે છે, ત્યારે તિજોરીમાં સાપ ઘૂસતો જોવા મળવાથી લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર @abhishek902444 નામના આઈડી દ્વારા શેર કરવામાં આવ્યો અને તેમણે કેપ્શનમાં લખ્યું છે, “મેં હંમેશા તેના વિશે સાંભળ્યું હતું, પણ આજે મેં તે જોયું. હું વૃદ્ધ લોકો પાસેથી, મારા દાદા-દાદી પાસેથી સાંભળતો આવ્યો છું કે ભૂતકાળમાં, જ્યાં પણ ખજાનો દફનાવવામાં આવતો હતો, ત્યાં સાપ દ્વારા તેનું રક્ષણ કરવામાં આવતું હતું. પરંતુ આ લોખંડના કબાટ કે તિજોરીમાં કેવી રીતે ગયું? તેને સરનામું કોણે આપ્યું? અમારા ઘરમાં, મારી દાદી અને પરદાદી અમને કહેતા હતા કે સાપ આપણી સંપત્તિનું રક્ષણ કરે છે. આ વાત ઘણી હદ સુધી સાચી સાબિત થઈ છે.” આ ૧૦ સેકન્ડનો વિડીયો ૩,૭૬,૦૦૦ થી વધુ વખત જોવામાં આવ્યો છે.

POOJA PARMAR
error: Unable To Copy Protected Content!