45 ની ઉંમરે પણ આપે છે 20 વર્ષની એક્ટ્રેસેસને માત, 2 વાર ઝેલી ચૂકી છે છૂટાછેડાનું દર્દ- ખૂબસુરતી એવી કે દીકરી પણ ફેઇલ

45 વર્ષની આ હસીના આજે કોઇ ઓળખની મોહતાજ નથી. પોતાના અભિનય અને સુંદરતાથી દિલ જીતી લેનાર આ હસીના જિંદગીની કહાની પણ એટલી જ રસપ્રદ છે જેટલી તેની સુંદરતા. માત્ર 18 વર્ષની ઉંમરે પહેલી વાર લગ્ન કરનાર આ એક્ટ્રેસે ખૂબ જ નાની ઉંમરે જીવનના ઉતાર-ચઢાવનો અનુભવ કર્યો.

ટેલિવિઝનમાં પોતાની કારકિર્દી શરૂ કરનારી અભિનેત્રી શ્વેતા તિવારી ટેલિવિઝન પર પોતાની છાપ છોડ્યા બાદ હવે વેબ સીરીઝ અને ફિલ્મોમાં પ્રભુત્વ ધરાવે છે. એક્ટ્રેસે હાલમાં જ તેનો 45 મો જન્મદિવસ ઉજવ્યો. શ્વેતાનું અંગત અને વ્યાવસાયિક જીવન બંને સમાચારમાં રહ્યું છે. તેણે 500 રૂપિયાથી કમાવવાનું શરૂ કર્યું હતુ અને હવે તે લાખો રૂપિયા કમાય છે.

શ્વેતા તિવારી પહેલી વાર 1999 માં શો “કલીરે” માં જોવા મળી હતી, ત્યારબાદ “કસૌટી જિંદગી કે” માં જોવા મળી હતી, જેનાથી તેની કિસ્મત ચમકી ગઇ. તે ઘર-ઘરમાં જાણીતી બની ગઇ. પ્રેરણા અને અનુરાગની જોડીને હજુ પણ યાદ કરવામાં આવે છે. શ્વેતા તિવારીએ પોતે ખુલાસો કર્યો હતો કે ભૂતકાળમાં સિરિયલો 72 કલાક સુધી શૂટ થતી હતી.

ઘરે જવાનો સમય પણ નહોતો, અને પગાર 30 નહીં 45 દિવસનો હતો. શ્વેતા તિવારીએ 12 વર્ષની ઉંમરે કમાવવાનું શરૂ કરી દીધુ હતુ કારણ કે તેનો પરિવાર આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યો હતો. પરિવારને મદદ કરવા માટે અભિનેત્રી 12 વર્ષની ઉંમરે એક ટ્રાવેલ એજન્સીમાં કામ કરતી હતી. તે સમયે તેની પહેલી આવક 500 રૂપિયા હતી.

જો કે આજે તે પ્રતિ એપિસોડ આશરે 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે અને એકલા હાથે તેના બે બાળકોનો ઉછેર કરી રહી છે. અભિનેત્રીએ 15 વર્ષની ઉંમરે ટેલિવિઝનમાં પ્રવેશ કર્યો અને બીજી જ સિરિયલથી તે પ્રખ્યાત થઈ ગઇ. જો કે, શ્વેતાનું અંગત જીવન ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું.

શ્વેતાને નાની ઉંમરે પ્રેમ થઈ ગયો અને 18 વર્ષની ઉંમરે ભોજપુરી અભિનેતા રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેને દીકરી પલક છે. જો કે આ લગ્ન બહુ ચાલ્યા નહિ અને કપલના છૂટાછેડા થઇ ગયા. આ પછી શ્વેતાએ બીજા લગ્ન કર્યા પણ અફસોસ કે તેના બીજા લગ્ન પણ સફળ ન રહ્યા. શ્વેતાને બીજા લગ્નથી એક દીકરો છે. બંને બાળકોને શ્વેતા એકલા હાથે ઉછેરી રહી છે.ં

Shah Jina
error: Unable To Copy Protected Content!