આજકાલ સંબંધો ખૂબ જ સામાન્ય બની ગયા છે. તમે ઘણા છોકરાઓ અને છોકરીઓને જોયા હશે જેમના પાર્ટનર હોય. ઘણાને સારા પાર્ટનર મળે છે, જેના કારણે બંનેના લગ્ન થાય છે, જ્યારે ઘણાના સંબંધો કોઈ કારણસર તૂટી જાય છે. ઘણીવાર સંબંધમાં એક વ્યક્તિ બીજા સાથે દગો કરે છે, જેના કારણે ખૂબ દુખ થાય છે અને સ્વસ્થ થવામાં પણ ઘણો સમય લાગે છે.

હાલમાં એક વાયરલ થઈ રહેલો વીડિયો પણ આવો જ હોય તેવું લાગે છે. વીડિયોમાં એક છોકરી દિલ તૂટ્યા પછી પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહી છે. તે કહે છે, “એ બિટ્ટુ કેવું લાગી રહ્યુ છે, કોઈને એકલા છોડી ચાલ્યુ જવું ? હું મરીશ નહીં, હું એવી છોકરી નથી જે મરી જાય. હું અંદરથી ખૂબ જ જીદ્દી છું. તું એટલું જ રડીશ જેટલું તે મને રડાવી છે, તારા માટે મેં શું ના કર્યુ બિટ્ટુ ? મેં બધું કર્યું, છતાં તું મારો ના થયો.

સાચુ કહુ છું દુનિયામાં ગમે તેટલી છોકરીઓ હોય જ્યારે તું મારો નથી ત્યારે તું કોઈનો નહીં રહે. તેં મને બહુ સારી રીતે બરબાદ કરી રે.” આ વીડિયો X પર @Clay_521 નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો પોસ્ટ કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, ‘બિટ્ટુ ગેમ રમી ગયો.’
Bittu game khel gaya pic.twitter.com/XmgpwZ8oNX
— Hannah 🩷 (@Clay_521) October 3, 2025
