કિસ વિવાદ બાદ ઉદિત નારાયણની ફરી વધી મુશ્કેલી, પહેલી પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ- જાણો પૂરો મામલો

ઉદિત નારાયણની કિસ કોન્ટ્રોવર્સી વચ્ચે, સિંગર વિરૂદ્ધ એક્સ વાઇફે ઠોક્યો કેસ

ઉદિત નારાયણ પર પહેલી પત્ની રંજના ઝાએ લગાવ્યા ગંભીર આરોપ, બોલી- મને બેઘર કરી અને…

મશહૂર બોલિવૂડ સિંગર ઉદિત નારાયણની પહેલી પત્ની રંજના ઝાએ તેમના પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું કે ઉદિત નારાયણે તેને ઘરમાંથી કાઢી મૂકી અને તેઓ તેમની બીજી પત્ની સાથે રહે છે. રંજના ઝાએ સુપૌલ ફેમિલી કોર્ટમાં વૈવાહિક અધિકારોની પુનઃસ્થાપના માટે કેસ દાખલ કર્યો છે. રંજના ઝાએ ઉદિત નારાયણના બીજા લગ્ન પર સવાલ ઉઠાવતા કહ્યું, ‘મેં ઉદિત નારાયણ ઝા સાથે લગ્ન કર્યા છે અને અમારા હજુ સુધી છૂટાછેડા થયા નથી.

આવી સ્થિતિમાં, તેની બીજી પત્નીને તેની કાયદેસર પત્ની માનવું ખોટું હશે. જ્યારે હું તેની પહેલી પત્ની છું અને અમારા છૂટાછેડા થયા નથી, તો બીજી પત્ની કેવી રીતે હોઈ શકે ? કાયદેસર રીતે તે પત્ની નહીં પણ બીજી એક મહિલા છે જેને સમાજમાં ખોટું નામ આપવામાં આવ્યું છે. રંજના ઝાએ ઉદિત નારાયણ પર પોતાનું વચન તોડવાનો પણ આરોપ લગાવ્યો. તેણે કહ્યું, ‘ઉદિત નારાયણે 40 વર્ષ સુધી મારી સાથે રહેવાનું અને મને ટેકો આપવાનું વચન આપ્યું હતું, પરંતુ જ્યારે હું બીમાર અને લાચાર હતી, ત્યારે તેમણે મને બેઘર બનાવી દીધી.’

તેણે વધુમાં કહ્યું કે જ્યારે ઉદિત બે વર્ષ પહેલાં ગામમાં આવ્યો હતો, ત્યારે તેણે તેને પોતાની સાથે રાખવાનું અને મુંબઈમાં ફ્લેટ ખરીદવાનું વચન આપ્યું હતું. પરંતુ પછીથી તેમણે ગુપ્ત રીતે હું જે ઘરમાં રહેતી હતી તે વેચી દીધું અને મને બેઘર બનાવી દીધી. રંજના ઝાએ કહ્યું કે હું ફક્ત મારા પતિ સાથે રહેવા માંગુ છું. રંજના ઝાએ કહ્યું, ‘ઉદિત નારાયણ પાસે પૈસા અને શક્તિ છે, તે કોર્ટમાં લડી શકે છે, પણ મારું શું ?’ હું બીમાર, લાચાર અને એકલી રહું છું. હું ફક્ત મારા પતિ સાથે રહેવા માંગુ છું.

રંજના ઝાએ સુપૌલ ફેમિલી કોર્ટમાં વૈવાહિક પુનઃસ્થાપન માટે કેસ દાખલ કર્યો છે. તેણે કહ્યું કે તે ઘણીવાર બીમાર રહે છે અને તેના પતિ સાથે રહેવા માંગે છે જેથી તે તેની સંભાળ રાખી શકે. પરંતુ ઉદિત નારાયણે સાથે રહેવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે ઉદિત નારાયણને કોર્ટમાં હાજર ન રહેવા બદલ 10 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને આગામી સુનાવણી 28 જાન્યુઆરી 2025ના રોજ નક્કી કરી હતી. 28 જાન્યુઆરીએ પણ ઉદિત નારાયણ કોર્ટમાં હાજર થયા ન હતા. 21 ફેબ્રુઆરીના રોજ, તેઓ પહેલી વાર સુપૌલ કોર્ટમાં હાજર થયા.

કોર્ટમાં હાજર થયા બાદ રંજના ઝાએ કહ્યું કે, ઉદિત નારાયણે કોર્ટમાં સમાધાન કરવાનો ઇનકાર કર્યો છે અને તેમણે કહ્યું કે તેઓ કેસ લડશે. રંજના ઝા કહે છે કે લગ્ન પછી પણ તેમને પત્નીનો દરજ્જો મળ્યો ન હતો અને તેમને તેમના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા હતા. તેમણે કોર્ટ પાસેથી ન્યાયની આશા વ્યક્ત કરી છે.અહેવાલ મુજબ, ઉદિત નારાયણે આરોપ લગાવ્યો કે રંજના ઝા તેમની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરી રહી હતી.

આ પહેલા આ બાબતે બિહાર મહિલા આયોગમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં મામલો થાળે પડ્યો હતો. ઉદિત નારાયણ તેમની પહેલી પત્નીને દર મહિને ₹25,000 નું ભથ્થું આપે છે. આ ઉપરાંત તેમણે રંજનાને ₹1 કરોડની જમીન અને ઘર અને ₹25 લાખના ઘરેણાં પણ આપ્યા છે. કોર્ટની સુનાવણી બાદ મીડિયા સાથે વાત કરતા રંજનાએ કહ્યું કે ઉદિતે જમીનના વેચાણમાંથી ₹18 લાખ રાખ્યા હતા, જે તેમનો હક હતો. તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે મુંબઈ જતી વખતે ગુંડાઓ તેમનો પીછો કરી રહ્યા હતા અને તેમને સતત ધમકીઓ મળી રહી હતી.

રંજનાએ એમ પણ કહ્યું કે હવે તે વૃદ્ધ થઈ રહી છે અને તેની તબિયત પણ બગડી રહી છે, હવે તે ફક્ત એટલું જ ઇચ્છે છે કે તે અને ઉદિત સાથે રહે અને તેમના સંબંધો સુધરે. જો કે, ઉદિત નારાયણે તેમની માંગણી નકારી કાઢી. 1985માં ઉદિત નારાયણે દીપિકા ગહાત્રાજ સાથે લગ્ન કર્યા હતા અને બે વર્ષ બાદ તેમનો દીકરો આદિત્ય નારાયણ થયો. વર્ષ 2006માં રંજના ઝાએ દાવો કર્યો કે તે તેમની પહેલી પત્ની છે. સિંગરે શરૂઆતમાં તો સ્વીકાર ના કર્યો પણ બાદમાં માન્યુ.

Shah Jina
error: Unable To Copy Protected Content!