મમ્મી રવીના ટંડન સાથે મહાકુંભ પહોંચી રાશા થડાની, માથા પર દુપટ્ટો અને તિલક લગાવી કરી ગંગા આરતી

મહાકુંભ પહોંચી રાશા થડાની, મા રવીના ટંડન સાથે કરી ગંગા આરતી

રવીના ટંડન-રાશા થડાની અને કેટરીના કૈફ જોવા મળ્યા ભક્તિમાં લીન- મહાકુંભમાંથી ગંગા આરતીનો વીડિયો થયો વાયરલ

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં 24 ફેબ્રુઆરીનો દિવસ ખૂબ જ ખાસ હતો. વિજયા એકાદશીના દિવસે, અક્ષય કુમારે સૌપ્રથમ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી અને મેળા માટે યોગી સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની પ્રશંસા કરી. આ દરમિયાન કેટરીના કૈફ તેની સાસુ વીણા કૌશલ સાથે પહોંચી અને પરમાર્થ નિકેતન આશ્રમના પ્રમુખ સ્વામી ચિદાનંદ સરસ્વતીની મુલાકાત લીધી અને તેમના માર્ગદર્શન હેઠળ સંગમમાં ડૂબકી લગાવી.

કેટરીના અને તેની સાસુ ભજનમાં તેમજ ગંગા આરતીમાં પણ સામેલ થયા હતા. ત્યાં 90sની ટોપ એક્ટ્રેસ રવિના ટંડન પણ તેની પુત્રી રાશા સાથે મહાકુંભ પહોંચી હતી. રવિના ટંડન અને રાશા થડાની ખૂબ જ ધાર્મિક છે. બંનેએ હાલમાં જ 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે. 24 ફેબ્રુઆરીના રોજ બંનેને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા, ત્યાં તેઓ પેપરાજીને પોઝ આપવા રોકાયા નહોતા કેમ કે તેઓએ એવું કહ્યુ કે તેમને મોડુ થઇ રહ્યુ છે.

આ પછી જે વીડિયો બહાર આવ્યો તે સીધો મહાકુંભનો હતો. જ્યાં બંને સ્વામી ચિદાનંદ સરસ્વતી સાથે ગંગા આરતી અને ભજન-કીર્તન કરતા જોવા મળ્યા. રવિના ટંડન અને રાશા થડાની સાથે, કેટરિના કૈફ અને વીણા કૌશલ પણ જોવા મળ્યા હતા. જે વીડિયો સામે આવ્યો છે, તેવું અદ્ભુત દૃશ્ય ભાગ્યે જ પહેલાં જોવા મળ્યું હશે. રાશા થડાનીએ ઇન્સ્ટા સ્ટોરી પર સંગમ સ્નાનની એક તસવીર શેર કરી છે, જેમાં તે ડૂબકી લગાવ્યા બાદ પ્રાર્થના કરતી જોવા મળે છે.

માતા-પુત્રીની જોડીએ પરમાર્થ નિકેતન આશ્રમના પ્રમુખ સ્વામી ચિદાનંદ સરસ્વતી અને સાધ્વી ભગવતી સરસ્વતી સાથે ગંગા આરતીમાં હાજરી આપી હતી. સ્વામી ચિદાનંદના આશ્રમ પરમાર્થ નિકેતને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી,

જેમાં લખ્યું હતું કે, “રવીના ટંડને કેટરિના કૈફ, વીણા કૌશલ, રાશા થડાની, અભિષેક બેનર્જી અને સાધ્વી ભગવતીની હાજરીમાં અરલ ઘાટ પર ગંગા આરતીમાં હાજરી આપી હતી.”રવિના સોમવારે રાશા સાથે પ્રયાગરાજ પહોંચી હતી. અભિનેત્રીએ જણાવ્યું કે તે કાશીમાં મહાશિવરાત્રીની ઉજવણી કરશે.

આ પહેલી વાર નથી જ્યારે રાશા અને રવિના આધ્યાત્મિક યાત્રા પર ગયા હોય. તે ઘણીવાર ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, રાશાએ આ વર્ષે ફિલ્મ ‘આઝાદ’થી ડેબ્યૂ કર્યું હતું, જેમાં તે અજય દેવગન, ડાયના પેન્ટી અને અમન દેવગન સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી.

Shah Jina
error: Unable To Copy Protected Content!