શું ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહુજા લઇ રહ્યા છે લગ્નના 37 વર્ષ પછી છૂટાછેડા ? મરાઠી એક્ટ્રેસ સાથે અફેરની ચર્ચા

ગોવિંદાની ગૃહસ્થીમાં બધુ બરાબર નથી ચાલી રહ્યુ, આ ચર્ચા લાંબા સમયથી ગોસિપ ગલિયારાઓમાં છે. હવે સમાચાર આવી રહ્યા છે કે ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજાના છૂટાછેડા અંતિમ તબક્કામાં છે. બંનેએ તેમના 37 વર્ષ જૂના લગ્નજીવનનો અંત લાવવાનો નિર્ણય કરી લીધો છે. સુનિતાએ ભૂતકાળના કેટલાક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ગોવિંદા તેની સાથે રહેતો નથી. તેણે મજાકમાં તેના અફેર વિશે પણ વાત કરી છે. એવી અફવાઓ છે કે ગોવિંદા અને સુનિતાના અલગ થવા પાછળનું કારણ 30 વર્ષીય મરાઠી એક્ટ્રેસ છે.

જો કે, ગોવિંદા કે સુનિતા તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. ગોવિંદાની પત્ની સુનિતા તેના બેફિકર સ્વભાવ માટે જાણીતી છે. થોડા સમય પહેલા જ્યારે ગોવિંદાને ગોળી વાગી હતી, ત્યારે ખબર પડી હતી કે તે સુનિતા સાથે રહેતો નથી. ત્યારે હવે બંનેના છૂટાછેડાની ચર્ચાઓ જોરદાર ચાલી રહી છે. એક રેડિટ યુઝરે લખ્યું, ‘સુનિતાએ તાજેતરના ઘણા ઇન્ટરવ્યુમાં સંકેત આપ્યો છે કે ગોવિંદાનું અફેર છે. તે તેના ફ્લેટની સામેના બંગલામાં રહે છે કારણ કે તેમના શેડ્યુલ મેચ નથી થતા.

એવી વ્યક્તિ સાથે રહેવું કેટલું થકવી નાખનારું હશે જેના ઘણા બધા કાર્યો તમે માફ કરી દીધા, તમારી માતા અને આખા પરિવારની સંભાળ રાખી અને તેણે તમને વૃદ્ધાવસ્થામાં ત્યજી દીધા. એ કે લખ્યું, ‘હવે આપણને ખબર પડી કે ગોવિંદાને કેમ ગોળી વાગી હતી. જ્યારે એકે લખ્યુ- ‘સુનિતાએ તે બંનેને રંગે હાથે પકડ્યા હશે.’ જણાવી દઈએ કે ગોવિંદા અને સુનિતા બે બાળકોના માતા-પિતા છે. બંનેના લગ્ન 11 માર્ચ 1987ના રોજ થયા હતા. લગ્ન સમયે સુનિતા 18 વર્ષની હતી અને ગોવિંદા 24 વર્ષના હતા. સુનિતા હાલમાં તેના પુત્ર યશવર્ધન અને પુત્રી ટીના સાથે રહે છે.

ગોવિંદા તેમનાથી અલગ રહે છે. સુનિતાએ હિન્દી રશને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ગોવિંદા સાથે રહેતી નથી. સુનિતાએ કહ્યું હતું કે તેઓ મોટાભાગે અલગ રહે છે. સુનિતા તેના બાળકો સાથે ફ્લેટમાં રહે છે. ગોવિંદા ફ્લેટની સામેના બંગલામાં રહે છે. આ સિવાય સુનિતાએ કહ્યું હતું કે, ‘કોઈ પણ પુરુષ પર ક્યારેય વિશ્વાસ ન કરો. લોકો કાચિંડાની જેમ રંગ બદલે છે. અમારા લગ્નને 37 વર્ષ થયા છે. તે ક્યાં જશે ? ‘પહેલાં ક્યારેય ક્યાંય નહોતા જતા અને હવે મને ખબર નથી…’ સુનિતાએ કહ્યું હતું- હું પહેલા ખૂબ જ સુરક્ષિત હતી. પણ હવે નહીં. 60 વર્ષ પછી લોકો વૃદ્ધ થઈ જાય છે. ગોવિંદાએ 60 વર્ષ પૂરા કર્યા છે. કોણ જાણે શું કરી રહ્યો છે. મેં ગોવિંદાને કહ્યું કે તું હવે 60 વર્ષનો થઈ ગયો છે, ગાંડા જેવું વર્તન ના કર.

Shah Jina
error: Unable To Copy Protected Content!