ભારતના 22 પંડિતોએ કાળા જાદુથી હરાવ્યા…શું-શું બકી રહ્યા છે પાકિસ્તાની મીડિયા વાળા…હસી હસીને બઠ્ઠા વળી જશો- જુઓ વીડિયો

ભારતના હાથે હાર બાદ ગાંડી થઇ પાકિસ્તાની મીડિયા, કાળા જાદુનો લગાવ્યો આરોપ, કહ્યુ- 22 પંડિતોએ ફૂક્યા મંત્રો- જુઓ વીડિયો

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેગા મેચમાં ભારતીય ક્રિકેટ ટીમને 22 પંડિતોએ જીત અપાવી છે. આ 22 પંડિતોને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા રાખવામાં આવ્યા હતા અને ટીમ ઈન્ડિયા સ્ટેડિયમમાં પહોંચે તે પહેલા જ 7 પંડિતોએ મેલી વિદ્યાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. આ પછી 22 પંડિતોએ મળીને પાકિસ્તાનના 11 ખેલાડીઓનું ધ્યાન ભટકાવી ભારતીય ટીમને જીત અપાવી.

ના, આવું અમે નથી કહી રહ્યા, પરંતુ આ દાવો એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પર કરવામાં આવ્યો છે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ ડિસ્કવર પાકિસ્તાન ટીવી પર 6 લોકોની પેનલ એકબીજા સાથે વાત કરતી જોવા મળે છે. વીડિયોમાં એક પેનલિસ્ટે દાવો કર્યો છે કે ભારતે 22 પંડિતોને હાયર કર્યા હતા, જેઓ ભારતની જીત માટે પાકિસ્તાન ટીમ પર જાદુ કરી રહ્યા હતા. આ જ કારણ છે કે ભારતીય ટીમ પાકિસ્તાન ન આવી.

પાકિસ્તાનમાં તેમને એન્ટ્રી ના મળતી, જ્યારે દુબઈમાં ભારત માટે આવું કરવું સરળ છે. એટલું જ નહીં, અન્ય એક વ્યક્તિનો દાવો છે કે 7 પંડિતો અગાઉથી જ સ્ટેડિયમ પહોંચી ગયા ને તેઓએ જાદુની પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યુ. આના પર એક મહિલા એન્કર હાર્દિક પંડ્યા માટે અપશબ્દોનો ઉપયોગ કરે છે અને કહે છે કે આ બધી યુક્તિઓ અમારી વિરુદ્ધ કામ કરશે નહીં.

જણાવી દઇએ કે, ભારતીય ટીમે પાકિસ્તાને આપેલા 242 રનના ટાર્ગેટને સરળતાથી હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયા તરફથી કુલદીપ યાદવે 3 જ્યારે હાર્દિક પંડ્યાએ 2 વિકેટ ઝડપી હતી. આ પછી બેટિંગમાં શુભમન ગિલે 46 રનની ઇનિંગ રમી, જ્યારે વિરાટ કોહલીએ અણનમ 100 રન બનાવ્યા. તેના સિવાય શ્રેયસ અય્યરે 56 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

Shah Jina
error: Unable To Copy Protected Content!