Source : મનોરંજન / નેપાળી વહૂ લાવ્યો ગુજરાતનો ‘બાલવીર’, પત્ની સાથે શેર કરી લગ્નની ખૂબ સુંદર તસવીરો
‘બાલવીર’ ફેમ દેવ જોશીએ આરતી સાથે કર્યા લગ્ન, નેપાળનો જમાઇ બન્યો એક્ટર- લગ્નની તસવીરોએ જીત્યુ ચાહકોનું દિલ
‘બાલવીર’ ફેમ દેવ જોશી લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. દેવ જોશીએ તેની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ અને મંગેતર આરતી સાથે 25 ફેબ્રુઆરીના રોજ નેપાળમાં લગ્ન કર્યા. બંનેના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા. ત્યારે લગ્ન બાદ કપલે ખુશીની આ ક્ષણો પોતાના ચાહકો સાથે પણ શેર કરી.
દેવ જોશી નેપાળનો જમાઈ બન્યો છે. દેવે તેના લગ્નની ઘણી તસવીરો શેર કરી, જેમાં આ સુંદર લગ્નની ઘણી સુંદર ઝલક જોવા મળે છે. પોતાની લગ્નની તસવીરો શેર કર્યા પછી તેણે એક અદ્ભુત કેપ્શન લખ્યું. આ કેપ્શનમાં અભિનેતાએ લખ્યું- अहं त्वदस्मि मदसि त्वम् ! में तुझसे और तू मुझसे…25/2/25, A date to remember forever!
દેવ જોશીના લગ્નની આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.ચાહકો કપલને અભિનંદન આપી રહ્યા છે. આ પહેલા દેવે હલ્દી અને મહેંદીની પણ ઘણી ઝલક શેર કરી. તસવીરોમાં બંનેની જોડી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આરતી નેપાળની છે.
ત્યારે લગ્ન બાદ હવે બંનેને બંને દેશોના ચાહકો તરફથી કપલને ખૂબ અભિનંદન મળી રહ્યા છે. લગ્નની તસવીરોમાં કપલ ખૂબ જ ખુશ દેખાઇ રહ્યુ છે. બંનેના ચહેરા પર ખુશી સ્પષ્ટ ઝળકતી જોવા મળી રહી છે.લુકની વાત કરીએ તો, દેવ જોશી સફેદ શેરવાનીમાં જ્યારે આરતી રેડ લહેંગામાં જોવા મળી રહી છે. બંને તેમના લગ્નના ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.
જણાવી દઇએ કે, દેવ ટીવી શો ‘બાલવીર’ દ્વારા ખૂબ પ્રખ્યાત થયો છે. આ શોની ઘણી સીઝન રિલીઝ થઈ ચૂકી છે. આ સાથે દેવ ‘મહિમા શનિદેવ કી’ શોમાં પણ જોવા મળ્યો છે.